________________
* सरल-सुगम-विवेचनसमन्वितः "णेगेहि माणेहिं मिणइ त्ति णेगमस्स य निस्ती। सेसाणं पि नयाणं लक्खणमिणमो सुणह वोच्छं ॥१३६॥ संगहियपिण्डियत्थं संगहवयणं समासओ बिंति । वच्चति विणिच्छयत्थं ववहारो सव्वदव्वेसु ॥१३७॥ पच्चप्पन्नग्गाही उज्जुसओ णयविही मणेयव्वो। इच्छति विसेसियतरं पच्चुप्पन्नं णओ सद्दो ॥१३८॥
+ગુણસૌમ્યા.
(૧) નૈગમનયઃ (શ્લોક - ૧) “અનેક માનો વડે મપાય’ એ પ્રમાણે નૈગમનયની નિરુક્તિ છે. બાકીના નયોના આ લક્ષણને હું કહીશ તે તમે સાંભળો. (અનુયોગ-૧૩૬, આવશ્યકનિયુક્તિ-૭૫૫)
તાત્પર્ય એક નહીં તે અનેક, અનેક એવા માનો વડે, અર્થાત્ મહાસત્તા-સામાન્ય-વિશેષ જ્ઞાનો વડે વસ્તુને જે માપે, તે નૈગમનય કહેવાય. અથવા નિગમ એટલે એક જ પદાર્થના જુદા જુદા બોધ, તેને સ્વીકારનાર નૈગમનય કહેવાય. (આ બધાનો વિસ્તારથી અર્થ આગળ આવવાનો જ છે. એટલે અહીં વધુ વિસ્તાર નથી કરતા.)
(૨-૩) સંગ્રહનય અને વ્યવહારનયઃ (શ્લોક - ૨) તીર્થકર - ગણધરો, સંક્ષેપથી સંગ્રહના સર્વદ્રવ્યોમાં વચનને સંગૃહીત અને પિડિત અર્થવાળું કહે છે. વ્યવહારનય વિનિશ્ચિતાર્થ માટે જાય છે. (અનુયોગદ્વાર-૧૩૭, આવશ્યકનિર્યુક્તિ-૭૫૬)
તાત્પર્ય અભિમુખતાએ જે ગ્રહણ કરેલ હોય તે સંગૃહીત કહેવાય છે અને એકજાતિને પામેલ પિંડિત કહેવાય છે. આવો અર્થ = વિષય છે જેનો તે સંગૃહીત-પિડિતાર્થ, એવું સંગ્રહનું વચન તીર્થંકર-ગણધરો સંક્ષેપથી કહે છે.
વિશેષે કરીને જે નિશ્ચય, તે વિનિશ્ચય. અર્થાત્ કેટલાક વિદ્વાનોનો બોધ એવું નહીં, પણ નાનાથી લઇ મોટા સુધીના તમામનો બોધ. તેના માટે વ્યવહારનય સર્વદ્રવ્યોમાં પ્રવર્તે છે. અર્થાત્ તે તે દ્રવ્યોમાં લોકો જે રીતનો વ્યવહાર કરતા હોય, તેને તે રીતે આ નય સ્વીકારે છે.
(૪-૫) ઋજુસૂત્ર અને શબ્દનય: (શ્લોક-૩) વર્તમાનવસ્તુને જ ગ્રહણ કરનાર ઋજુસૂત્ર નામનો નયપ્રકાર જાણવો. તથા શબ્દનય કંઈક વધુ વિશેષિતતર વર્તમાન વસ્તુને ઇચ્છે છે. (અનુયોગદ્વાર-૧૩૮, આવશ્યકનિર્યુક્તિ-૭૫૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org