________________
* सप्तभङ्गीनयप्रदीपः (७२) तत्र तिर्यक्सामान्यं तु प्रतिव्यक्ति सादृश्यपरिणतिलक्षणं व्यञ्जनपर्याय एव, “स्थूलाः कालान्तरस्थायिनः शब्दानां सङ्केतविषया व्यञ्जनपर्यायाः" इति प्रावचनिकप्रसिद्धः । ऊर्ध्वतासामान्यं तु द्रव्यमेव विवक्षितम् । (७३) विशेषोऽपि
- + ગુણસૌમ્યા+ (૭૨) આમ બંને પ્રકારના સામાન્યો બતાવીને, હવે તેઓનો દ્રવ્ય-પર્યાયમાં સમાવેશ કેવી રીતે થાય? તે બતાવે છે –
* સામાન્યનો દ્રવ્ય-પયગમાં સમાવેશ
(૧) તિર્યસ્સામાન્યઃ
દરેક વ્યક્તિઓમાં રહેલી જે સદેશપરિણતિ, તે સદેશપરિણતિરૂપ લક્ષણવાળું આ સામાન્ય, તે તે વ્યક્તિના વ્યંજનપર્યાયરૂપ જ છે.
જે એક સમય જેવા સૂક્ષ્મકાળભાવી અને વચનથી અગોચર પર્યાયો હોય, તે “અર્થપર્યાય કહેવાય. પણ જે સ્થૂળ હોય, કાલાંતરે રહેનાર હોય (થોડા લાંબા કાળ સુધી સ્થાયી હોય) તથા શબ્દ સંકેતના વિષયવાળા (= શબ્દોથી સમજાવી શકાય તેવા) હોય, તે બધા “વ્યંજનપર્યાય” કહેવાય.
આ વાત પ્રવચનિક પુરુષોમાં પ્રસિદ્ધ છે, અર્થાત્ આગમના જાણકાર મહાત્માઓ શાસ્ત્રોમાં જણાવે છે.
પ્રસ્તુતમાં વાત એ કે – તિર્લફસામાન્યરૂપ જે ગોત્વ-ઘટત્વ-પટત્વ-પશુત્વ વગેરે ધર્મો છે, તે ધર્મો, વ્યક્તિમાં રહેલા સ્થળ, કાળાંતરે અનુસરણ પામનારા અને શબ્દ-વાચ્ય એવા પર્યાયવિશેષરૂપ હોવાથી, તેઓનો વ્યંજનપર્યાયમાં જ અંતર્ભાવ થઈ જાય છે. (એટલે આ સામાન્યને પર્યાયથી જુદો માનવાની જરૂર નથી.) (૨) ઊર્ધ્વતા સામાન્ય:
આ સામાન્યને તો દ્રવ્યરૂપ જ કહેવાયું છે. સ્થાસ-કોશ-કુશૂલ વગેરે અવસ્થાઓ બદલાવા છતાં પણ, મૃદ્રવ્યરૂપ જે ધ્રુવાંશ, તે ઊર્ધ્વતાસામાન્ય. અર્થાત્ ઊર્ધ્વતાસામાન્યને મૃદાદિ દ્રવ્યરૂપ જ મનાય છે, તેનાથી જુદું નહીં. માટે આ સામાન્યનો દ્રવ્યમાં જ અંતર્ભાવ થઈ જાય છે. (એટલે આને પણ જુદાં તત્ત્વ તરીકે માનવાની કોઈ જરૂર નથી.)
* વિશેષનો પચચમાં સમાવેશ ૪ (૭૩) “વિશેષ” એટલે વસ્તુની પ્રતિનિયત ક્ષણવર્તી અવસ્થાવિશેષ. ક્ષણે-ક્ષણે વસ્તુની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org