________________
* सरल-सुगम-विवेचनसमन्वितः * ___ ऊर्ध्वतासामान्यं च परापरविवर्तव्यापिमृत्स्नादिद्रव्यम्, त्रिकालगामि चैतत्; तदुक्तं
વૃત્ત –
___ "पूर्वापरपर्याययोरनुगतमेकं द्रव्यम्, द्रवति-तांस्तान् पर्यायान् गच्छतीति व्युत्पत्त्या त्रिकालानुयायी यो वस्त्वंशस्तदूर्ध्वतासामान्यमित्यभिधीयते" इति । कटके कङ्कणे च तत् काञ्चनमेव, अथवा स एवायं जिनदत्त इत्युदाहरणम्। -
+ ગુણસૌમ્યા+ વિવેચન : પરીપરવિવર્તવ્યાપી = કટક, યૂર, કંગન, બ્રેસલેટ વગેરે નવા-જૂના પર્યાયોમાં વ્યાપીને રહેનારું, એ બધા પર્યાયોમાં અનુસરણ પામનારું એવું જે મૃત્નાવિદ્રવ્યમ્ = સુવર્ણાદિ રૂપ દ્રવ્ય (એ જ રીતે સ્થાસ-કોશ-કુશૂલ વગેરે અવસ્થાઓમાં વ્યાપીને રહેનારું જે મૃદ્રવ્ય) તે ઊર્ધ્વતાસામાન્ય કહેવાય. અને આ સામાન્ય ત્રિકાળગામી (= ત્રણે કાળમાં રહેનારું = નિત્ય)
આ વિશે પ્રમાણનયતત્તાલોકની વૃત્તિરૂપ રત્નાકરાવતારિકામાં જે કહ્યું છે, તે જ જણાવે
છે –
(પૂર્વાપરયોરનુતમે દ્રવ્ય{=) વિવલિત કોઈ એક દ્રવ્યના ક્ષણે ક્ષણે કાળક્રમે આવતા પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયમાં અનુસરનારું જે એક દ્રવ્ય, તે ઊર્ધ્વતા સામાન્ય કહેવાય. (દ્રવતિતતાનું પર્યાયાન અચ્છતીતિ વ્યુત્પસ્યા =) તે તે પર્યાયોને જે પામે, નવા નવા પર્યાયોમાં જે
અનુસ્મૃત રહે તે દ્રવ્ય, આવી વ્યુત્પત્તિ હોવાથી, ક્રમશઃ થતા પર્યાયોમાં (ત્રિાનીનુયાયી યો વધ્વંશ =) ત્રણે કાળ અનુસરણ પામનારો જે પદાર્થોશ, (તતૂર્ણતા સામાન્યમ–પધી તે =) તે ઊર્ધ્વતાસામાન્ય’ કહેવાય છે. અર્થાત્ પર્યાયો બદલાતા પણ વસ્તુનો જે છુવાશ રહે, તે ઊર્ધ્વતાસામાન્ય.” (સૂત્ર પ/પ ની વૃતિ.)
આ જ વાતને ઉદાહરણ સાથે જણાવે છે –
ટ ટુ વ તત્ ઝિમેવ... કટક, કેયૂર, કુંડલાદિ સોનાના બનાવાતા જુદા જુદા પર્યાયોમાં પણ સોનું એનું એ જ રહે છે. તો અહીં સુવર્ણરૂપે વસ્તુનો જેબુવાંશ, તે ઊર્ધ્વતાસામાન્ય.
સ વાયં નિદ્રત્ત... પચાસ વર્ષ પહેલા જે બાળક જોયું હતું, તે જ આ જિનદત્ત છે. અહીં બાળ, યુવા, વૃદ્ધ વગેરે પર્યાયો બદલાવા છતાં “જિનદત્ત' એનો એ જ રહ્યો છે. એટલે જિનદત્તરૂપ જે ધ્રુવાંશ, તે ઊર્ધ્વતા સામાન્ય.
સાર: (૧) એક પદાર્થની બીજા પદાર્થની સાથે જે સમાનપરિણતિ, તે તિર્યક્સામાન્ય. અને (૨) એક જ પદાર્થમાં કાળક્રમે થતા પર્યાયોમાં દ્રવ્યરૂપે જે ધ્રુવતા, તે ઊર્ધ્વતાસામાન્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org