________________
* सरल-सुगम-विवेचनसमन्वितः * "द्रव्यार्थनये नित्यं पर्यायार्थनये त्वनित्यम् द्रव्यास्तिकनयो द्रव्यमेव तात्त्विकमभिमन्यते, न तु पर्यायान्, द्रव्यं चान्वयिपरिणामित्वात् सकलकालभावि भवति ।" (६४) ननु गुणप्रधानस्तृतीयो गुणार्थिकनामा नयः कथं न स्यादिति चेत्, न-गुणानां पर्यायग्रहणेनैव
+ગુણસૌમ્યા. સ્વભાવવાળું) હોવાથી, સકળ કાળ રહેનારું છે, નિત્ય છે. એટલે જ દ્રવ્યાસ્તિકનય નિત્યને વિષય કરે છે, એવું કહેવાય.)
(આ જ પ્રમાણે પર્યાયાર્થિકનયમાં પણ સમજવું. કારણ કે આ નય અનિત્ય એવા પર્યાયોને વિષય કરે છે. એટલે એ અનિત્યસ્થાનને જણાવે છે – એવું કહેવાય.)”
સારઃ (૧) દ્રવ્યાર્થિકનય દ્રવ્યને, દ્રૌવ્યાંશને, દ્રવ્ય-ગુણ-પર્યાયના અભેદને અને અન્વયને (= ઊર્ધ્વતા સામાન્યને) જોનાર છે. (૨) જ્યારે પર્યાયાર્થિકનય પર્યાયને, ઉત્પાદ-વ્યયાંશને, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદને અને અન્વયશૂન્યતાને (= પૂર્વાપરક્ષણભાવી પર્યાયોને બિલકુલ સ્વતંત્ર, એકદમ ક્ષણિક) જોનાર છે.
(૬૪) હવે બે નયથી જુદો ત્રીજો નય કેમ નહીં? એ આશંકાનો નિરાસ કરવા કહે છે –
શબ્દાર્થઃ પૂર્વપક્ષ ગુણપ્રધાન ત્રીજો “ગુણાર્થિકન” કેમ ન થાય? ઉત્તરપક્ષ એવું ન કહેવું, કારણ કે પર્યાયોના ગ્રહણથી જ ગુણોનું ગ્રહણ થઈ જાય છે.
* “ગુણાધિક' નામનો અલગ નય નહીં જ વિવેચનઃ પૂર્વપક્ષઃ જેમ દ્રવ્યવિષયક જે નય તે દ્રવ્યાર્થિકનય અને પર્યાયવિષયક જે નય તે પર્યાયાર્થિકનય - એમ બે પ્રકારે નય કહો છો. તેમાં ત્રીજો ‘ગુણ પણ પદાર્થનું એક સ્વરૂપવિશેષ હોવાથી તેને વિષય કરનારો “ગુણાર્થિક નય પણ કહેવો જોઇએ ને? કેમ કહેતા નથી?
ઉત્તરપક્ષ ઃ જુઓ, પર્યાયાર્થિકનય’ માં જે પર્યાય’ શબ્દનું ગ્રહણ કર્યું છે, તેનાથી પર્યાયની જેમ ગુણોનું પણ ગ્રહણ થઈ જ જાય છે. એટલે ગુણોને ગ્રહણ કરનારો કોઈ જુદો નય માનવાની જરૂર નથી. (પર્યાયને વિષય કરનારો પર્યાયાર્થિકનય જ ગુણોને જ વિષય કરી દેશે.)
પ્રશ્ન: જો “ગુણ” સ્વતંત્ર ન હોત, તો ‘દ્રવ્ય-ગુણ-પર્યાય” એમ ત્રણ કેમ બોલાય છે? બે જ બોલવા જોઇએ ને? (પૂ. મહોપાધ્યાયજી મહારાજે જ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' એમ ત્રણ નામવાળો ગ્રંથ બનાવ્યો છે જ.)
-
૧. આ વચન પણ પૂર્વવત્ પ્રાયિક સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org