________________
૯૪
...
* सप्तभङ्गीनयप्रदीपः ग्रहणसम्भवात् । (६५) ननु द्रव्याणामेव पर्यायास्तर्हि द्रव्यार्थिक-पर्यायार्थिकनयद्वयं कथमिति चेत्, सत्यम्-द्रव्य-पर्याययोः स्वरूपविवक्षायां कश्चिद्विशेष इति 'राहोः शिरः'
+ગુણસૌમ્યાઉત્તર : વિવક્ષાવિશેષથી ગુણ-પર્યાય જુદા બોલાય છે. સહભાવી પર્યાય તે “ગુણ”. અને ક્રમભાવી પર્યાય તે “પર્યાય'. આમ બંનેની વિરક્ષા જુદી જુદી કરીને, તેઓનો જુદા રૂપે વ્યપદેશ થઈ શકે છે. પણ અહીં “પર્યાય' તરીકે સહભાવી અને ક્રમભાવી બંને પ્રકારના પર્યાયોમાં રહેલો “પર્યાયસામાન્ય” પકડવાનો છે. એટલે “પર્યાય' શબ્દથી સહભાવીરૂપ ગુણ અને ક્રમભાવીરૂપ પર્યાય બંનેનું ગ્રહણ થઈ જાય છે. ને તેથી પર્યાયને વિષય કરનારો નય, ગુણ-પર્યાય બંનેને વિષય કરશે. (એટલે ગુણને વિષય કરનારો “ગુણાર્થિક' નામનો કોઇ જુદો નય માનવાની જરૂર નથી. પર્યાયાર્થિકનાં જ તેને વિષય કરી દેશે.) * (૬૫) હવે બે નય કેમ? એક જ નય કેમ નહીં? એ આશંકાનો નિરાસ કરવા કહે છે -
જ બે નય કેમ? એક શબ્દાર્થઃ પૂર્વપક્ષ દ્રવ્યોના જ પર્યાયો છે, તો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક એવા બે નય કેમ કહ્યા? (એક દ્રવ્યાર્થિક નય જ કહોને?) ઉત્તરપક્ષઃ સાચી વાત છે, દ્રવ્ય અને પર્યાયમાં સ્વરૂપની વિવક્ષાએ કંઈક ભેદ-વિશેષ છે (બાકીની પંક્તિનો અર્થ વિવેચન મુજબ સમજવો.)
વિવેચનઃ પૂર્વપક્ષ દ્રવ્યોના જ પર્યાયો છે, અર્થાત્ “પર્યાય' એ એકપ્રકારનું દ્રવ્યનું જ સ્વરૂપ છે. એટલે તો દ્રવ્યાર્થિકનયથી જેમ દ્રવ્યનું ગ્રહણ થાય છે, તેમ તેનાં સ્વરૂપ-અંતર્ગત પર્યાયોનું પણ ગ્રહણ થઇ જ જશે. એટલે પર્યાયને વિષય કરનાર “પર્યાયાર્થિક' નામનો પણ કોઈ અલગ નય માનવાની જરૂર નહીં રહે. તો પછી ‘દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નય કેમ કહ્યા?
ઉત્તરપક્ષ ઃ તમારી વાત સાચી છે, પણ દ્રવ્ય અને પર્યાય બંનેના પ્રતિનિયત સ્વરૂપની વિવક્ષા કરીએ, તો કંઇક વિશેષ જણાય છે, કથંચિત્ ભેદ જણાય છે. (કઈ અપેક્ષાએ ભેદ જણાય છે? એ વાત આગળ કહેશે, પણ પહેલા એક પ્રશ્નનો ઉત્તર આપે છે.)
પ્રશ્ન: “કંઇક વિશેષ” “કથંચિત્ ભેદ' એવું કેમ કહો છો? સ્વરૂપ જુદું જુદું હોય, તો તેઓનો સર્વથા ભેદ જ કહો ને?
ઉત્તરઃ તેઓનું સ્વરૂપ સર્વથા જુદું જુદું નથી, પણ કથંચિત્ અભિન્ન છે, એક છે.
પ્રશ્નઃ જો તે બે એક હોય, તો ‘દ્રવ્યના પર્યાય એમ વચ્ચે છઠ્ઠી વિભક્તિ કેમ લાગે? છઠ્ઠી વિભક્તિ તો ભેદને જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org