________________
* सप्तभङ्गीनयप्रदीपः
..............
(६३) अथ तयोः स्थानप्रधानमाह-द्रव्यास्तिकनयो हि नित्यस्थानमेवाह, द्रव्यस्य नित्यत्वात् सकलकालभावित्वाच्च । पर्यायार्थिकस्त्वनित्यमेव स्थानमाह, पर्यायाणामनित्यत्वात् प्रायशः । तदुक्तं राजप्रश्रनीयवृत्तौ
+ગુણસૌમ્યા.
ચિંક કયા નયનો ક્યો વિષય ? * (૧) દ્રવ્યાર્થિકનય નિત્યપ્રધાન
દ્રવ્યાર્થિકનય નિત્યસ્થાનને (= નિત્ય એવા વિષયને) જ કહે છે. કારણ કે, દ્રવ્યાસ્તિકનય જે “દ્રવ્ય ને વિષય કરે છે, તે દ્રવ્ય નિત્ય છે અને સકળકાળ રહેનાર છે.
દા. ત. દ્રવ્યાસ્તિકનય પુદ્ગલદ્રવ્યને જુએ છે. હવે આ પુગલદ્રવ્ય “પુદ્ગલ” રૂપે અવિચલિત રહે છે, તે રૂપે કદી નાશ પામતો નથી. એટલે જ તે નિત્ય અને સકલકાળભાવી છે. આવા નિત્ય અને સકલકાળભાવીને જોનારો હોવાથી દ્રવ્યાર્થિકનય નિત્યસ્થાનને જ કહે છે' એવું કહેવાય. (૨) પર્યાયાર્થિકનય અનિત્યપ્રધાનઃ
પર્યાયાર્થિકનય પર્યાયને જુએ છે (મૃદ્રવ્યની સ્થાસ, કોશ, કુશૂલ વગેરે જુદી જુદી અવસ્થાઓને જુએ છે.) અને તે પર્યાયો પ્રાય: કરીને અનિત્ય હોય છે. એટલે પર્યાયાર્થિકનય અનિત્યસ્થાનને (અનિત્ય એવા પર્યાયરૂપ વિષયને) જ કહે છે – એમ જાણવું.
આ પંક્તિનો શબ્દાર્થ જોઈ લઈએ - દ્રવ્યાર્થિકનય નિત્યસ્થાનને જ કહે છે, કારણ કે તેનો વિષયભૂત દ્રવ્ય નિત્ય છે અને સકલકાળભાવી છે. વળી પર્યાયાર્થિકનય અનિત્યસ્થાનને જ કહે છે, કારણ કે તેના વિષયભૂત પર્યાયો પ્રાયઃ કરીને અનિત્ય
આ વિશે રાજપ્રશ્નીયસૂત્રની વૃત્તિમાં જણાવ્યું છે કે -
દ્રવ્યાર્થિકનયે વસ્તુ નિત્ય છે અને પર્યાયાર્થિકનયે વસ્તુ અનિત્ય છે. દ્રવ્યાસ્તિકનય દ્રવ્યને જ તાત્વિક-વાસ્તવિક માને છે, પર્યાયોને નહીં. એટલે તેનો વિષય માત્ર દ્રવ્ય છે – એવું સાબિત થયું.)
અને દ્રવ્ય અન્વયી પરિણામવાળું (ઉત્તરોત્તર પર્યાયોમાં અનુસરણ પામવાના ૧. અહીં “પ્રાયઃ' કહેવાનું તાત્પર્ય એ લાગે છે કે, પર્યાયાર્થિકનય પર્યાયને જુએ – એ વાત નક્કી, પણ એ પર્યાય
અનિત્ય જ હોય એવું જરૂરી નથી. આપણે પર્યાયાર્થિકનયના પહેલા પ્રકારમાં જોઈ ગયા કે “મેરૂ' વગેરે અનાદિનિત્ય પર્યાયો પણ પર્યાયાર્થિકનયનો વિષય છે જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org