________________
૮૬
* सप्तभङ्गीनयप्रदीपः
(૬૧) પાય વાર્થ: પ્રયોનમસ્યામાં પર્યાયથિ:। સોપિ ષવિધ:, + ગુણસૌમ્યા+
તાત્પર્ય
૦ ધર્માસ્તિકાય વગેરે એક છે, માટે તેઓમાં એકત્વ છે. ‘આ એક ઘડો સારો છે’ ઇત્યાદિરૂપે પરમાણુઓથી બનેલા સ્કંધ વિશે જે વ્યવહાર થાય છે, તે તેઓમાં રહેલા એકત્વને જણાવે છે. એમ અપેક્ષાવિશેષે સર્વત્ર સમજવું.
૦ ધર્મદ્રવ્યથી અધર્મદ્રવ્ય પૃથક્ = જુદું છે, અધર્મદ્રવ્યથી આકાશદ્રવ્ય પૃથક્ છે. આમ બધા પરસ્પર પૃથક્ હોવાથી તેઓમાં પૃથક્ક્સ નામનો ધર્મ આવે છે. આ ધર્મ તે તે દ્રવ્યોના પર્યાયરૂપ સમજવો.
૦ ઘટ-પટ વગેરે દ્રવ્યોના જુદાં-જુદાં સંસ્થાનો છે, જુદી-જુદી આકૃતિઓ છે. આ પણ દ્રવ્યના પર્યાયરૂપ છે, એમ સમજવું.
૦ દ્રવ્યોનું પરસ્પર જોડાણ થવું, તે સંયોગ. અને એકબીજાથી છૂટા પડવું, તે વિભાગ. આ પ્રમાણેના સંયોગ-વિભાગ પણ દ્રવ્યના પર્યાયરૂપ સમજવા.
એ જ રીતે જૂનાપણું, નવાપણું, ૫ર-અ૫૨, દૂર-નિકટ વગેરે પણ પર્યાયરૂપ સમજવા. (૬૧) આ પ્રમાણે પર્યાયોનું સ્વરૂપ કહીને, હવે તે પર્યાયોને વિષય કરનાર પર્યાયાર્થિકનયનું સ્વરૂપ બતાવવા ગ્રંથકારશ્રી જણાવે છે –
(૨) પર્યાયાર્થિકનયનું સ્વરૂપ
લક્ષણ : પર્યાય વાર્થ: પ્રયોજ્ઞનમસ્યાસૌ પર્યાયાધિઃ II
અર્થ : પર્યાય જ છે અર્થ-પ્રયોજન જેનું, તેવો અભિપ્રાયવિશેષ તે પર્યાયાર્થિકનય.
વિવેચન : ઉ૫૨ બતાવેલા સ્વરૂપવાળો પર્યાય (ર્થ =) જ્ઞાનના વિષયપણે પ્રયોજનભૂત છે જેનો, તેવા અભિપ્રાયવિશેષને ‘પર્યાયાર્થિકનય' કહેવાય.
જેમકે - (૧) જે ટિભાગ પર પહેરાય તે કટક, (૨) જે ભૂજાની બાજુમાં પહેરાય તે કેયૂર, (૩) જે કાંડાના ભાગે પહેરાય તે કંગન - આ બધા સુવર્ણરૂપે એક હોવા છતાં પણ પોતપોતાના પ્રતિનિયત સ્વરૂપથી ભિન્ન-ભિન્ન છે. અને તે ભિન્ન-ભિન્ન અવસ્થાઓને જ મુખ્યપણે જોનારો અભિપ્રાય, તે પર્યાયાર્થિકનય સમજવો.
આ પર્યાયાર્થિકનય પણ યુક્તિઓરૂપી કલ્પના વડે ૬ પ્રકારે જણાય છે. તે આ પ્રમાણે -
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org