________________
ઃ સરા-સુગમ-વિવેચનસમન્વિત:
૮૭
(૬૨) તદ્યથા-અનાવિનિત્યપયાથિ:, યથા- पुद्गलपर्यायो मेर्वादिर्नित्य: १,
→ ગુણસૌમ્યા+
(૧) અનાદિનિત્યપર્યાયાર્થિકનય.
(૨) સાદિનિત્યપર્યાયાર્થિકનય.
(૩) સત્તાનિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય. (૪) સત્તાસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય.
(૫) કર્મોપાધિનિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય.
(૬) કર્મોપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય.
(૬૨) હવે આ છએ પ્રકારના પર્યાયાર્થિકનયોનું સ્વરૂપ ગ્રંથકારશ્રી ક્રમશઃ ઉદારણ સાથે
સમજાવે છે.
આ પહેલો પ્રકાર
સૂત્ર : અનાવિનિત્યપર્યાયાધિ:, યથા – પુદ્દતપર્યાયો મેવાવિનિત્ય: શા
અર્થ : પહેલો ભેદ-અનાદિનિત્યપર્યાયાર્થિકનય. જેમકે - મેરૂ આદિ પુદ્ગલપર્યાય નિત્ય છે એવો અભિપ્રાય. (૧)
વિવેચન : પર્યાયાર્થિકનયનો પહેલો પ્રકા૨ : (૧) અનાદિનિત્ય પર્યાયાર્થિકનય. તે પુદ્ગલના અનાદિનિત્ય એવા ‘મેરૂ’ વગેરે પર્યાયોને જુએ છે.
પુદ્ગલનો ‘મેરૂ’ વગેરે પર્યાય, એ પ્રવાહથી અનાદિ અને નિત્ય છે. અલબત્ત, કોઇપણ પુદ્ગલ વધુમાં વધુ અસંખ્યકાળે અવસ્થાંતર કરે છે જ. એટલે મેરૂપર્વતના પુદ્ગલો પણ બદલાયા કરે છે, જુના જાય છે ને નવા આવે છે. પણ સંસ્થાન એ જ છે (એમ સ્થાન, વર્ણાદિ, પરિમાણ... વગેરે પણ શિષ્ટ પુરુષોના વ્યવહાર મુજબ એના એ જ રહે છે.) માટે એ અનાદિ નિત્ય કહેવાય છે.
આ જ પ્રમાણે રત્નપ્રભા વગેરે પૃથ્વીપર્યાય પણ જાણવા. એમ શાશ્વત પ્રતિમા વગેરે જે કાંઇ શાશ્વત પદાર્થો છે - એ બધા પણ જાણવા.
પ્રશ્ન ઃ આ મેરૂપર્વત વગેરે તો દ્રવ્ય છે. અને તો તેને વિષય કરનારો નય દ્રવ્યાર્થિકનય જ બને ને ?
ઉત્તર : ના, પુદ્ગલનો પુદ્ગલરૂપે ઉલ્લેખ થાય તો ‘દ્રવ્ય’ પકડાય, કારણ કે ‘પુદ્ગલ’ એ દ્રવ્ય છે, કોઈ અવસ્થાવિશેષરૂપ નથી. પણ ‘ઔદારિકવર્ગણા' ‘ઔદારિકશ૨ી૨’ ‘મેરૂપર્વત’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org