________________
* सप्तभङ्गीनयप्रदीप: (५९) पुद्गलस्यापि व्यणुकादयो विभावद्रव्यव्यञ्जनपर्यायाः १ । रसरसान्तरगन्धगन्धान्तरादयो विभावगुणव्यञ्जनपर्यायाः २ । अविभागिपुद्गलपरमाणवः स्वभावद्रव्य
+ગુણસૌમ્યા+ (૫૯) આ પ્રમાણે આત્મદ્રવ્યને આશ્રયીને ચાર પ્રકારના વ્યંજનપર્યાયો જણાવીને, હવે પુદ્ગલદ્રવ્યને આશ્રયીને તે પર્યાયો જણાવે છે – | ભાવાર્થ પુગલદ્રવ્યના પણ (૧) વ્યણુક વગેરે વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય, (૨) રસ-રસાંતર, ગંધ-ગંધાતર વગેરે વિભાવગુણવ્યંજનપર્યાયો, (૩) અવિભાગી એવા પુદ્ગલપરમાણુઓ સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય, અને (૪) એકવર્ણ, એક ગંધ, એકરસ, અવિરુદ્ધ બે સ્પર્શ-એ સ્વભાવગુણ વ્યંજનપર્યાય.
વિવેચન : સમજવામાં સુગમતા રહે, તે માટે પુદ્ગલ દ્રવ્યના એ ચારે પર્યાયોનો ક્રમ આપણે આ પ્રમાણે ગોઠવીએ - (૧) સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય, (૨) વિભાવદ્રવ્યભંજનપર્યાય, (૩) સ્વભાવગુણવ્યંજનપર્યાય, અને (૪) વિભાવગુણવ્યંજનપર્યાય. હવે આ ચારેનું સ્વરૂપ ક્રમશઃ ઉદાહરણ સાથે સમજીએ -
(૧) સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાયઃ પુદ્ગલદ્રવ્યમાં જેના વિભાગ ન થાય તેવું ‘પરમાણુ નામનું જે દ્રવ્ય છે, તે શુદ્ધદ્રવ્ય છે. (બે-ચાર પરમાણુઓના સંયોગથી સ્કંધરૂપે તૈયાર થયેલું દ્રવ્ય શુદ્ધદ્રવ્ય ન કહેવાય – એ વાત આગળ સ્પષ્ટ થશે.) તેવા જે જે એકલા-એકલા પરમાણુઓ છે, તેઓનો પરમાણપણાનો જે પર્યાય, તે શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય સમજવો.
જે અંધ બને છે, તેનો ઉત્પાદ પણ થાય અને વિનાશ પણ થાય. જ્યારે પરમાણુઓમાં રહેલો “પરમાણુપણાનો પર્યાય” કદી ઉત્પન્ન-નાશ થતો નથી અને આ પર્યાય સંયોગજન્ય પણ નથી, સહજપરિણામરૂપ છે. તે કારણે આ શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય છે.
(૨) વિભાવદ્રવ્યવ્યંજનપર્યાયઃ દૂબળુક, ચણુક, ચતુરણુક વગેરે જે જે સ્કંધો છે, તેઓમાં રહેલો જે સ્કંધપણાનો પર્યાય, તે પુદ્ગલદ્રવ્યનો વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય છે.
અને તેનું કારણ એ કે, તે તે સ્કંધો અનેક અંશોના સંયોગથી બનેલા છે અને વિયોગ પામવાના સ્વભાવવાળા પણ છે જ. તેથી તેઓમાં મૂળભૂત સ્વતંત્ર સ્વરૂપ નથી, માટે જ તેઓના પર્યાયોને વિભાવદ્રવ્યભંજનપર્યાય કહેવાય છે.
(૩) સ્વભાવગુણવ્યંજનપર્યાયઃ પરમાણુદ્રવ્ય સ્વતંત્ર હોવાથી શુદ્ધદ્રવ્ય છે, તેથી તેનો એક વર્ણ, એક ગંધ, એક રસ અને અવિરોધી જોડકારૂપ બે સ્પર્શ-એવા જે ગુણો છે, તે સ્વભાવગુણવ્યંજનપર્યાય કહેવાય.
(૪) વિભાવગુણવ્યંજનપર્યાયઃ દૂબળુકાદિ જે સંયોગજન્ય દ્રવ્ય છે, તે અશુદ્ધ છે. એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org