SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ♦ સરત-સુગમ-વિવેષનસમન્વિત: - पर्यायाः, यथा जीवस्यानन्तचतुष्टयरूपाः २ । विभावद्रव्यव्यञ्जनपर्याया गत्यादयः ३ । विभावगुणव्यञ्जनपर्याया मत्यादयः ४ । + ગુણસૌમ્યા+ (૧) સ્વભાવદ્રવ્યથંજનપર્યાય : જે ચરમશરીરથી મોક્ષની પ્રાપ્તિ થઈ, તે શરીરની જેટલી આકાર-અવગાહના હતી, તેના કરતાં કંઇક ઓછી આકાર-અવગાહનાવાળા, મોક્ષમાં રહેલા સિદ્ધ-૫૨માત્માના જે સિદ્ધત્વપર્યાયો છે, તે સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય સમજવા. ૮૩ - જુઓ – સિદ્ધત્વ તે ચેતનદ્રવ્યનો પર્યાય છે, માટે તેને ‘દ્રવ્યપર્યાય’ કહેવાય... અને તે દીર્ઘકાળવર્તી છે, માટે ‘વ્યંજનપર્યાય’... અને જીવદ્રવ્યનો પોતાનો સ્વાભાવિક પર્યાય છે, કર્મ કે શરીરના સંપર્કથી થયો નથી... માટે આને શુદ્ધદ્રવ્યનો = સ્વભાવદ્રવ્યનો વ્યંજનપર્યાય કહેવાય. (૨) સ્વભાવગુણવ્યંજનપર્યાય : જીવદ્રવ્યમાં (ક) અનંતજ્ઞાન = કેવળજ્ઞાન, (ખ) અનંતદર્શન = કેવળદર્શન, (ગ) અનંતચારિત્ર = ક્ષાયિકચારિત્ર, (ઘ) અનંતવીર્ય = ક્ષાયિકવીર્ય - આ ચાર જે અનંતચતુષ્ટય છે, તે શુદ્ધગુણવ્યંજનપર્યાય સમજવા. આ ગુણો દીર્ઘકાળવર્તી છે, માટે વ્યંજનપર્યાય. ગુણાત્મક છે, માટે ગુણવ્યંજનપર્યાય. અને તે ગુણો કર્મક્ષયજન્ય ક્ષાયિકભાવરૂપ હોવાથી - આત્માના સહજ પરિણામરૂપ હોવાથી સ્વભાવગુણવ્યંજનપર્યાય કહેવાય. (૩) વિભાવદ્રવ્યથંજનપર્યાય : ચેતનદ્રવ્યની જે મનુષ્યાવસ્થા, દેવાવસ્થા વગેરે છે, તે અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયરૂપ છે. આ જ પ્રમાણે એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-પંચેન્દ્રિયાદિ પર્યાયો, પૃથ્વીકાય-અપ્લાયાદિ પર્યાયો, સુખી-દુઃખી, રાજા-લંકાદિ પર્યાયો, આ બધા અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાયો છે. આ સઘળા પર્યાયો ચેતનદ્રવ્યના છે... દીર્ઘકાળવર્તી છે, તે માટે વ્યંજનપર્યાય છે. અને કર્મ-શરીરાદિ પુદ્ગલદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારા છે, માટે તે અશુદ્ધ-વિભાવરૂપ કહેવાય છે. (૪) વિભાવગુણવ્યંજનપર્યાય : ચેતન દ્રવ્યના મતિજ્ઞાનાદિરૂપ જે ક્ષાયોપશમિક પરિણામો છે અને ઉપશમસમ્યક્ત્વ - ઉપશમચારિત્રરૂપ જે ઔપશમિક પરિણામો છે, તે બધા વિભાવગુણવ્યંજનપર્યાય સમજવા. આ બધા પરિણામો આત્માના ગુણરૂપ છે, આત્માની સાથે દીર્ઘકાળવર્તી છે, એટલે તેઓને ગુણવ્યંજનપર્યાય કહેવાય છે. અને તેઓ કર્મક્ષયજન્ય (સહજપરિણામરૂપ) નહીં, પણ કર્મક્ષયોપશમ કે ઉપશમથી જન્ય છે, માટે જ તેઓ અશુદ્ધ-વિભાવરૂપ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy