________________
* सरल-सुगम-विवेचनसमन्वितः (५५) साम्प्रतं पर्यायार्थिकनयं व्याचिख्यासुराह-पर्येति-उत्पत्ति विपत्ति च प्राजोतीति पर्यायः; यदुक्तम् -
"अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम्। उन्मज्जन्ति निमज्जन्ति कूलकल्लोलवज्जले" ॥
............ ...+ ગુણસૌમ્યા+-- ભેદ છે, તેવો આત્મા અને જ્ઞાન વચ્ચે મુખ્યવૃત્તિએ ભેદ નથી.
આ પ્રમાણે આ નય, ગુણોના ભેદની કલ્પનાને સાપેક્ષ રહીને આત્મદ્રવ્યને વિચારતો હોવાથી, આને ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય.
આ પ્રમાણે દસ પ્રકારના દ્રવ્યાર્થિકનયના ભેદો કહ્યા. અને દ્રવ્યાર્થિકનયના બીજી રીતે જે નૈગમાદિ ત્રણ પ્રકાર છે, તે ગ્રંથકારશ્રી આગળ જણાવશે.
(૫૫) આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ બતાવીને, હવે પર્યાયાર્થિકનયની વ્યાખ્યા કરવા ઇચ્છતાં ગ્રંથકારશ્રી, સૌ પ્રથમ પર્યાય' કોને કહેવાય? તે જણાવવા કહે છે –
* પચચનું લક્ષણ જ લક્ષણઃ પર્યંતિ – ઉત્પત્તિ વિપત્તિ ૨ પ્રાનોતીતિ પર્યાય છે. અર્થ જે ઉત્પાદ-વ્યયને પામે, તે પર્યાય. વિવેચનઃ એક જ દ્રવ્યમાં જે અવસ્થાઓ ઉત્પન્ન-વિનષ્ટ થયા કરે છે, સતત બદલાયા કરે છે, જે પરિવર્તનશીલ રહે છે, તે “પર્યાય'.
જેમકે –
૦ આત્મામાં ક્રોધ-અહંકાર વગેરે અધ્યવસાયો સતત ઉત્પન્ન-વિનષ્ટ થયા કરે છે, માટે ક્રોધાદિ અધ્યવસાયો આત્માના પર્યાયરૂપ કહેવાય.
૦ એક જ સુવર્ણમાં કટક, કેયૂર, કંગન વગેરે જુદી જુદી અવસ્થાઓ ઉત્પન્ન-વિનાશ થયા કરે છે, માટે કટકાદિ આત્માના પર્યાયરૂપ કહેવાય.
આ પ્રમાણે બધા દ્રવ્યોના પર્યાય વિશે સમજવું. આ અંગે (= પર્યાયનું સ્વરૂપ બતાવવા અંગે) જણાવ્યું છે કે –
अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मज्जन्ति निमज्जन्ति कूलकल्लोलवज्जले ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org