________________
* सरल-सुगम-विवेचनसमन्वितः * शुद्धद्रव्यार्थिको वा, यथा-निजपर्यायस्वभावत्वादभिन्नं द्रव्यम् ७ । कर्मोपाधिसापेक्षो
+ ગુણસૌમ્યા+ એટલે જ આ નયનો વિષય “સંસારી જીવોને પણ સિદ્ધસમાન જોવા' એ છે. આમાં કર્મજન્ય સંસારના ભાવોને નજરમાં નથી લેવાના અને એ બધાની અંદર આત્માનું સાહજીક જે શુદ્ધસ્વરૂપ છે એને જ મુખ્ય કરીને “આ શુદ્ધસ્વરૂપી છે એ રીતે આ નય જુએ છે."
શૌક છઠ્ઠો પ્રકાર છે
સૂત્રઃ ઉત્પાવ્યયાત્વે સત્તાપ્રદિ: શુદ્ધવ્યાર્થિો વા, યથા - દ્રવ્ય નિત્યમ્ દા
અર્થ: ઉત્પાદ અને વ્યય-એ બેને ગૌણ કરીને સત્તાને મુખ્યપણે લેનારો નય, તે સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનય. જેમકે - દ્રવ્ય નિત્ય છે. (૬)
વિવેચન : દ્રવ્યાર્થિકનયનો છઠ્ઠો પ્રકાર : (૬) ઉત્પાદવ્યયનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. આ નયના મતે દ્રવ્યને નિત્ય જાણવું. અર્થાત્ ત્રણે કાળમાં અવિચલિત સ્વરૂપવાળું જાણવું. ત્રણે કાળમાં દ્રવ્યસત્તા અવિચલિત = ધ્રુવ હોય છે. અને તેથી તેને મુખ્ય કરીને આવો ભાવ સંભવે
અલબત્ત, પર્યાયો પ્રતિક્ષણ પરિણામ પામે છે – પરિવર્તનશીલ છે અને તેથી પર્યાયરૂપે દ્રવ્યનાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થયા જ કરે છે. પણ આ ઉત્પાદ-વિનાશ તરફ નજર જ ન રાખવી, પિંડ-સ્થાસ-કોશ વગેરે રૂપે થતા ઉત્પાદ-વિનાશ જોવાના જ નથી અને તેથી એકલું મૃદ્રવ્ય જ અકબંધ એવું ને એવું દેખાયા કરે. જો કે મૃદુ પણ પુદ્ગલદ્રવ્યની એક અવસ્થારૂપ છે, માટે એ પણ ઉત્પાદ-વિનાશશીલ છે અને તેથી જ એને પણ જોવાની નથી. એટલે માત્ર દ્રવ્યસત્તા જ દેખાય..
આ પ્રમાણે માત્ર સત્તાને દેખનારો નય, ઉત્પાદ-વ્યયનિરપેક્ષ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય.
* સાતમો પ્રકાર એક सूत्र : भेदकल्पनानिरपेक्षः शुद्धद्रव्यार्थिको वा, यथा - निजपर्यायस्वभावत्वादभिन्नं દ્રવ્યમ્ IIછા
અર્થ : સાતમો ભેદ - ભેદની કલ્પનાથી રહિત શુદ્ધ દ્રવ્યાર્થિકાય. જેમકે - દ્રવ્ય પોતાના પર્યાયસ્વભાવથી અભિન્ન છે. (૭) ૧. આ જ અભિપ્રાયથી શ્રી નેમિચન્દ્રાચાર્યેદ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે – અશુદ્ધનયની દષ્ટિએ, જીવ-માર્ગણાસ્થાનને
અને ગુણસ્થાનને આશ્રયીને ૧૪ ભેજવાળો છે. પણ શુદ્ધનયની દૃષ્ટિએ તો સર્વ સંસારી જીવો શુદ્ધ જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org