________________
♦ સરન-મુામ-વિવેચનસમન્વિત: જે
परद्रव्यादिचतुष्टयापेक्षया द्रव्यं नास्ति ३ । परमभावग्राहको वा, यथा-ज्ञानमय आत्मा, अत्रानेकेषां स्वभावानां मध्याज्ज्ञानाख्यः परमस्वभावो गृहीतः ४ । कर्मोपाधिनिरपेक्षः → ગુણસૌમ્યા+
આને જ (૧) સદંશગ્રાહી, કે (૨) સત્ત્વગ્રાહી દ્રવ્યાર્થિકનય - એવાં નામે પણ કહી
શકાય.
* ત્રીજો પ્રકાર
સૂત્ર : પદ્દવ્યાદ્દિગ્રાહો વા, યથા-પદ્રવ્યાતિતુષ્ટયાપેક્ષા દ્રવ્યું નાસ્તિ॥
અર્થ : ત્રીજો ભેદ – ૫૨દ્રવ્યાદિગ્રાહકનય. જેમકે - પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ દ્રવ્ય નથી, એવું કહેનારો નય. (૩)
૭૩
વિવેચન : દ્રવ્યાર્થિકનયનો ત્રીજો પ્રકાર : (૩) પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિનય. જેમકે - ઘટાદિ પદાર્થ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ. એ ચારની અપેક્ષાએ અસત્ છે, એવું કહેનારો નય.
આને જ અસંદશગ્રાહી કે અસત્ત્વગ્રાહી નય પણ કહી શકાય.
* ચોથો પ્રકાર
સૂત્ર : પરમમાવગ્રાહો વા, યથા-જ્ઞાનમય આત્મા ॥૪॥
અર્થ : ચોથો ભેદ - ૫રમભાવગ્રાહકનય. જેમકે - આત્મા જ્ઞાનમય છે. અહીં અનેકસ્વભાવોમાંથી ‘જ્ઞાન’ નામનો પરમસ્વભાવ લેવાયો છે. (૪)
વિવેચન : દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ : (૪) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય. વસ્તુના પરમસ્વભાવ = ઉત્કૃષ્ટ સ્વભાવને જણાવનારો નય. જેમકે ‘આત્મા જ્ઞાનમય છે’ એવું કહેવું તે.
અલબત્ત,
દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય વગેરે આત્માના અનંત ગુણ છે. પણ એ બધામાં જ્ઞાન એ સાર = ઉત્કૃષ્ટ = પરમ ગુણ છે.
પ્રશ્ન ઃ જ્ઞાન જ સારભૂત, દર્શનાદિ નહીં - એવું શેના આધારે ?
ઉત્તર ઃ આત્માને જ્યારે અન્ય દ્રવ્યોથી અલગ દર્શાવવાનો હોય, ત્યારે ‘જેમાં જ્ઞાન હોય
:
તે આત્માં.’ ‘જેમાં જ્ઞાન ન હોય તે પુદ્ગલ વગેરે' આ રીતે જ્ઞાનગુણને આગળ કરીને
દેખાડાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org