________________
* सप्तभङ्गीनयप्रदीप तथाहि-अन्वयद्रव्यार्थिकः, यथा-गुणपर्यायस्वभावं द्रव्यम् १ । स्वद्रव्यादिग्राहको वा, यथा-स्वद व्यचतुष्टयापेक्षया द्रव्यमस्ति २ । परद व्यादिग्राहको वा, यथा
+ ગુણસોયા+--- અર્થ : પહેલો ભેદ - અન્વયદ્રવ્યાર્થિક. જેમકે - ગુણ-પર્યાયના સ્વભાવવાળું એક દ્રવ્ય છે - એવું કહેનારો નય. (૧)
વિવેચન : દ્રવ્યાર્થિકનયનો પહેલો પ્રકાર : (૧) અન્વય દ્રવ્યાર્થિકનય. તે દ્રવ્યને એકસ્વભાવવાળું - ગુણપર્યાયસ્વભાવવાળું કહે છે. જુઓ, પિંડ-સ્થા-કોશ-કુશૂલ-ઘટ-કપાલ વગેરે બધી અવસ્થાઓ બદલાય છે, પણ મૃદ્રવ્ય બધામાં અનુસ્મૃત હોય છે, મૃદ્રવ્યનો અન્વય ચાલે છે. ગુણ-પર્યાય બદલાવા છતાં એ બધામાં એનું એ દ્રવ્ય અન્વયરૂપે ચાલ્યા કરવાનો જે સ્વભાવ ધરાવે છે અને તેના કારણે એ બધા ગુણ-પર્યાયનો તે દ્રવ્યરૂપે જે ઉલ્લેખ થાય છે, તે આ નયનો વિષય છે.
જેમકે - ૦ પિંડ-સ્થાઓ વગેરેને ઉદ્દેશીને “આ બધું માટી છે એમ કહેવું તે.
૦ બાળક માટીની જુદી જુદી વસ્તુઓ બનાવે છે અને એ રીતે રમ્યા કરે છે, ત્યારે જે કહેવાય છે કે બાળક માટી સાથે રમે છે ત્યાં આ નય જાણવો.
૦ આ નયની અપેક્ષાએ જ “જે દ્રવ્યને જાણે છે, તે દ્રવ્યાથદેશે, એ દ્રવ્યના સર્વ ગુણપર્યાયોને જાણે છે એમ કહેવાય છે.
ક બીજા પ્રકાર કે
સૂત્ર: સ્વવ્યાવિ વિશે વા, યથા-સ્વદ્રવ્યવતુષ્ટયાપેક્ષા વ્યક્તિ પારા
અર્થ: બીજો ભેદ-સ્વદ્રવ્યાદિકગ્રાહક દ્રવ્યાર્થિકનય...જેમકે પોતાના દ્રવ્યાદિચારની અપેક્ષાએ દ્રવ્ય છે. (૨)
વિવેચન : દ્રવ્યાર્થિકનયનો બીજો પ્રકાર : (૨) સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિકનય.. જેમ કે ઘટાદિ પદાર્થ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ – એ ચારની અપેક્ષાએ સત્ છે, એવું કહેનારો નય.
આમાં સ્વદ્રવ્યથી માટીરૂપે, સ્વક્ષેત્રથી – પાટલીપુત્રાદિ (ઉત્પન્ન-સ્થિત) રૂપે, સ્વકાળથી વિવક્ષિતકાળે અને સ્વભાવથી – રક્તતાદિરૂપે ઘડા વગેરેની સત્તા પ્રમાણસિદ્ધ છે, એવું માનનારો અભિપ્રાય, સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org