________________
* सरल-सुगम-विवेचनसमन्वितः । (५४) तदेवं द्रव्यमर्थः प्रयोजनं यस्यासौ द्रव्यार्थिकः ।सोऽपि युक्तिकल्पनया दशधा,
...............+ગુણસોચ્યા (૫૪) એટલે હવે ગ્રંથકારશ્રી દ્રવ્યને નયથી વિચારવા માટે, દ્રવ્યને વિષય કરતા એવા દ્રવ્યાર્થિકનયનું વિસ્તારથી સ્વરૂપ સમજાવે છે. -
શિરોમ (૧) દ્રવ્યાર્થિકનાચનું સ્વરૂપ લક્ષણ વ્યર્થ: પ્રયોગને પચાસ વ્યર્થ અર્થ દ્રવ્ય છે અર્થ-પ્રયોજન જેનું તેવો અભિપ્રાયવિશેષ, તે દ્રવ્યાર્થિક નય. વિવેચનઃ ઉપર બતાવેલાં સ્વરૂપવાળું દ્રવ્ય (અર્થ =) જ્ઞાનના વિષયપણે પ્રયોજનભૂત છે જેનું, તેવા અભિપ્રાયવિશેષને દ્રવ્યાર્થિકનય કહેવાય. જેમકે - કટક હોય, કેયૂર હોય કે કંગન, આખરે બધું સુવર્ણરૂપ જ છે – આમ મૂળતત્ત્વ-સુવર્ણદ્રવ્યને જોનારો અભિપ્રાય, તે દ્રવ્યાર્થિકનય. આ દ્રવ્યાર્થિક નય પણ જુદી જુદી યુક્તિઓરૂપી કલ્પના વડે ૧૦ પ્રકારે છે. તે આ પ્રમાણે –
(૧) અન્વય દ્રવ્યાર્થિકનય. (૨) સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય. (૩) પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય. (૪) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય. (૫) કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. (૬) ઉત્પાદ-વ્યયનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. (૭) ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. (૮) કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકન. (૯) ઉત્પાદવ્યયસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. (૧૦) ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિનય. હવે આ દશે પ્રકારના દ્રવ્યાર્થિકનયોને ગ્રંથકારશ્રી ઉદાહરણ સાથે બતાવે છે –
એક પહેલો પ્રકાર છે સૂત્રઃ મન્વયદ્રવ્યથા, યથા-કુર્યાસ્વભાવં દ્રવ્યમ્ III
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org