________________
* सप्तभङ्गीनयप्रदीपः "नानास्वभावसंयुक्तं द्रव्यं ज्ञात्वा प्रमाणतः। तच्च सापेक्षसिद्ध्यर्थं स्यान्नयैर्मिश्रितं कुरु" ॥
...+ ગુણસૌમ્યા ....
* દ્રવ્યનો વિશદબોધ - નયથી જ ભાવાર્થ આદ્રવ્ય, નયથી મિશ્રિત કરાતું છતું વિશેષ-અર્થની સમજણ માટે થાય છે. કહ્યું છે કે - “પ્રમાણ દ્વારા અનેકસ્વભાવથી યુક્ત દ્રવ્યને જાણીને, તેને સાપેક્ષસિદ્ધિ માટે કથંચિયથી જોડાણ કરવું.”
વિવેચનઃ ઉપર વિસ્તારથી દ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે તે દ્રવ્યનો જો જુદા જુદા નયોથી વિચારાય, તો વિશેષ બોધ મળે છે.
જેમકે - એક જ આત્મદ્રવ્યને જુદા જુદા (૧) શુદ્ધદ્રવ્યાર્થિકનય, (૨) ભેદકલ્પનાનિરપેક્ષદ્રવ્યાર્થિકનય, (૩) પરમભાવગ્રાહકનય... વગેરે નયોથી વિચારાય, તો તે આત્મસ્વરૂપ સાક્ષાત્ હાથવગું થાય. જાણે કે આત્મસ્વરૂપની હૃદયસ્પર્શી અનુભૂતિ થયાની પ્રતીતિ થવા લાગે.
એટલે કોઈપણ દ્રવ્યમાં નયની યોજના કરવી જોઈએ કે જેથી તે તે દ્રવ્યનો તલસ્પર્શી બોધ પ્રાપ્ત થાય. આ વિશે આલાપપદ્ધતિમાં જણાવ્યું છે કે –
नानास्वभावसंयुक्तं, द्रव्यं ज्ञात्वा प्रमाणतः । तच्च सापेक्षसिद्ध्यर्थं, स्यान्नयैर्मिश्रितं कुरु॥
(માનાપદ્ધતિ-૨, નય-૬૨ વૃત્ત) અર્થ : પ્રમાણ દ્વારા જુદા-જુદા અનેક સ્વભાવથી સંયુક્ત દ્રવ્યને જાણીને, દ્રવ્યની સાપેક્ષસિદ્ધિ માટે, તે દ્રવ્યને નયોની સાથે જોડવું જોઇએ. (અર્થાત્ નયો દ્વારા જુદા જુદા સ્વભાવો જાણવા જોઇએ કે જેથી યથાર્થ ખ્યાલ આવે કે કઈ અપેક્ષાએ દ્રવ્યમાં કયો સ્વભાવ છે ?)
શ્લોકમાં “ગાત્રજૈઃ' એવું જે પદ છે, તે એ જણાવે છે કે, કથંચિત્ નયો દ્વારા વિચારણા કરવી. (૧) બીજા અંશનો અપલાપ કરવા દ્વારા વિવલિત અંશની વિચારણ કરવી, તે એકાંતનય કહેવાય. અને (૨) બીજા અંશનો અપલાપ કર્યા વિના તેઓને ગૌણપણે સ્વીકારવાપૂર્વક, વિવલિત અંશની મુખ્યપણે વિચારણા કરવી, તે કથંચિદૃનય કહેવાય.
પ્રસ્તુતમાં - કથંચિદૃનયથી દ્રવ્યની વિચારણા કરવાની સૂચના આપવા દ્વારા ગ્રંથકારશ્રી એ જણાવે છે કે, ક્યાંય કોઈ અંશનો એકાંત ન બાંધી દેવો. એકાંત તે વિપર્યાસને ઊભો કરવા દ્વારા પરંપરાએ મિથ્યાત્વને સર્જે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org