SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ♦ સાત-સુગમ-વિવેચનસમન્વિત: ટ ( ५३ ) एतच्च द्रव्यं नयमिश्रितं विशेषार्थप्रतिपत्तये भवति; यदुक्तम् - + ગુણસૌમ્યા+ જેમ સ્વભાવોનું પણ ગ્રહણ થયું હોત. આ પ્રમાણે ગુણો કહ્યા. અને ગુણોના વિકારરૂપ જે પર્યાયો, તે પણ કહ્યા જ. * સ્વભાવનો ગુણ-પર્યાયમાં અંતર્ભાવ * વિવેચન : ઉ૫૨ કહેલા ૨૧ સ્વભાવોને ગુણ-પર્યાયરૂપ જ સમજવા, તેનાથી જુદા નહીં. પ્રશ્ન ઃ જો જુદા માનીએ તો ? : ઉત્તર ઃ તો દ્રવ્યનું જે લક્ષણ કર્યું છે કે - ‘મુળ-પર્યાયવત્ દ્રવ્યમ્' - તેમાં ગુણ અને પર્યાયની જેમ સ્વભાવનું પણ ગ્રહણ કર્યું હોત અને તેથી ‘મુળ-પર્યાય-સ્વભાવવવું દ્રવ્યમ્' એવું કહ્યું હોત. ૬૯ પણ તેવું કહ્યું નથી, તેના ૫૨થી જ જણાય છે કે સ્વભાવ જેવું કોઈ અલગ તત્ત્વ નથી. તો હવે આ સ્વભાવનો ગુણ-પર્યાયમાં કેવી રીતે સમાવેશ કરવો ? તે વિચારીએ – (૧) જે સ્વભાવ નિરુપચરિત હોય, સહજપરિણામરૂપ હોય, હંમેશાં સાથે રહેનારોસહવર્તી હોય, તે સ્વભાવને ગુણરૂપ સમજવો. જેમકે - આત્માનો ચૈતન્યસ્વભાવ. આ સ્વભાવ ઉપચારરહિત, સહજપરિણામરૂપ અને કાયમ સાથે રહેનારો છે, એટલે આને આત્માના ગુણરૂપ માનવો. (૨) જે સ્વભાવ ક્રમવર્તી અવસ્થારૂપ હોય, હંમેશા સાથે રહેનાર ન હોય,તે સ્વભાવને પર્યાયરૂપ સમજવો. જેમકે આત્માનો મનુષ્યસ્વભાવ કે ક્રોધાદિરૂપ સ્વભાવ. આ સ્વભાવ ઔપચારિક છે, કર્મરૂપ ઉપાધિજન્ય છે, હંમેશા રહેનારો નથી, એટલે જ આને આત્માના પર્યાયરૂપ મનાય. દ્રવ્યગુણપર્યાયના રાસમાં જણાવ્યું છે કે - “સ્વભાવ તે ગુણ-પર્યાયથી ભિન્ન ન વિવક્ષિઇં, તે માટેિ જે અનુપચરિત ભાવ તે ગુણ જ, ઉપચરિત તે પર્યાય જ.’’ (ઢાળ - ૧૩/૧૭) આ પ્રમાણે દ્રવ્યના ગુણો કોને કહેવાય ? તે કહ્યું અને એટલે જ ગુણના વિકાર એવા જે પર્યાયો, તેનું પણ કથન થઈ જ ગયું સમજવું. આ પ્રમાણે ગુણ-પર્યાય દ્વારા દ્રવ્યનું વિશદ સ્વરૂપ બતાવ્યું. (૫૩) હવે એ દ્રવ્યને નયથી જાણવા દ્વારા વિશદ બોધ થાય છે – એ વાતને જણાવવા કહે છે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy