________________
६४
अनेकान्तवादप्रवेशः
- સાદ્વાદી: અહીં પણ વિકલ્પદોષરૂપી વીજળી માથે પડશે જ. તે આ રીતે - સમવાયના જે બે સ્વભાવ કહ્યા, તે સ્વભાવદ્રય સમવાયથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ?
(૧) જો ભિન્ન કહો, તો “સમવાયના બે સ્વભાવ છે' એવો સમવાય અને સ્વભાવનો સંબંધ કયો ? તેમાં પાછો સમવાય વગેરે માનવાથી અનવસ્થા થાય.
(૨) જો અભિન્ન કહો, તો તે બંને સ્વભાવ એક થઈ જાય, કારણ કે સમવાયથી અભિન્ન હોવાથી જેમ સમવાયનું સ્વરૂપ જુદું જુદું નથી, તેમ તે સ્વભાવ પણ જુદા જુદા ન રહે... અથવા તો સમવાય અનેક થઈ જાય, કારણ કે જેમ સ્વભાવનું સ્વરૂપ જુદું જુદું છે, તેમ સ્વભાવયથી અભિન્ન સમવાયનું સ્વરૂપ પણ જુદું જુદું થઈ જાય.
આમ સમવાય થકી, જ્યારે પોતાનો સ્વભાવયની સાથે પણ સંબંધ સિદ્ધ નથી થતો, ત્યારે તે સમવાય, બીજા ધર્મ-ધર્મનો સંબંધ શી રીતે સિદ્ધ કરી શકે ?
એટલે સમવાયના આધારે પણ સંબંધની સંગતિ થઈ શકે નહીં. ફલતઃ ધર્મ-ધર્મીનો સર્વથા ભેદ માનવામાં સંબંધની અનુપત્તિ રહે જ.
___अथानन्यत्वं, तयोरेकत्वप्रसङ्गः, एकस्माद्धर्मिणोऽनन्यत्वात्, तत्स्वात्मवत् एवं च सति सदसत्त्वयोरभिन्नत्वात् तद्यथा स्वरूपेण सत्, एवं पररूपेणापि स्यात् इत्याधुक्तम् । असम्भविनौ च निराधारौ धर्मों सदसद्रूपौ ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ: હવે અભિનપણું હોય, તો તેઓ બે એક થવાનો પ્રસંગ આવે, કારણ કે એક ધર્મીથી અભિન હોઈ ધર્મીના સ્વરૂપની જેમ એક થાય.... અને એવું હોવામાં તો સત્ત્વ-અસત્ત્વ અભિન્ન થવાથી, વસ્તુ જેમ સ્વરૂપે સત્ છે, તેમ પરરૂપે પણ સત્ થાય વગેરે દોષો અમે પૂર્વે જ કહ્યા અને સદસરૂપ ધર્મો પણ નિરાધાર ન રહી શકે.
છે દ્વિતીય વિકલ્પની અસંગતિ છે વિવેચન : (૨) જો ધર્મ-ધર્મીનો અભેદ મનાય, તો ધર્મ-ધર્મીની વ્યવસ્થા જ ન રહે, કારણ કે બંને એક થવાથી એકબીજાનો વિલોપ થાય. જુઓ :
(ક) જો ધર્મથી ધર્મો અભિન્ન મનાય, તો ધર્મીથી અભિન્ન હોવાથી જેમ ધર્મીનું સ્વરૂપ જુદું નથી, તેમ ધર્મોનું સ્વરૂપ પણ જુદું જુદું ન રહે ! અને તો સત્તાસત્ત્વ ધર્મો પણ એક થઈ જાય... અને એટલે તો સત્ત્વ પણ અસત્ત્વરૂપ અને અસત્ત્વ પણ સત્ત્વરૂપ અને તેથી તો વસ્તુ જેમ સ્વરૂપે સત્ છે, તેમ પરરૂપે પણ સત્ થાય અથવા તો જેમ પરરૂપે અસત્ છે, તેમ સ્વરૂપે પણ અસત્ થાય... એ બધા દોષો અને પૂર્વ આપ્યા જ હતા. એટલે તો ધર્મીનો વિલોપ થવાનો જ.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org