________________
गुर्जरविवेचनसमन्वितः
(ખ) જો ધર્મોથી ધર્મી અભિન્ન મનાય, તો તે ધર્મી ધર્મસ્વરૂપ જ બની જશે, તેનાથી જુદું સ્વતંત્ર ધર્મનું અસ્તિત્વ નહીં રહે અને તો ધર્મનો વિલોપ પણ થવાનો જ. - તેનું કારણ એ કે, જો ધર્મીનું અસ્તિત્વ ન રહે, તો ધર્મો પણ નિરાધાર =આધાર વિના) તો ન જ રહી શકે. એટલે તો ધર્મનો વિલોપ પણ થાય જ.
તેથી બીજો અભેદવિકલ્પ પણ યુક્ત નથી.
तथान्यानन्यत्वम्, अतोऽनेकान्तवादाभ्युपगमादेकान्तवादिनः स्वमतविरोधः; इत्यलं પ્રસન | इति सदसदुभयरूपैकवस्तुवादः ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ હવે ભિન્નાભિનપણું કહો, તો અનેકાંતવાદનો અભ્યપગમ થવાથી એકાંતવાદીને સ્વમતનો વિરોધ થાય. હવે આ પ્રસંગથી સર્યું. આ પ્રમાણે એક વસ્તુ સદસદ્ ઉભયરૂપ છે, એવો વાદ થયો.
છે તૃતીય વિકલ્પની અસંગતિ જે વિવેચન : (૩) જો ધર્મ-ધર્મીનો એકાંત ભેદ કે એકાંત અભેદ નહીં, પણ ભેદભેદ માનો, તો તો અનેકાંતવાદનો જ સ્વીકાર થાય. (અનેકાંતમતે ઘટ અને તેના સત્ત્વાદિ ધર્મો બંને કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન મનાય છે.)
અને તો એકાંતવાદીઓને પોતાના મતનો વિરોધ થાય જ. એટલે હવે આ પ્રસંગથી સર્યું.
નિષ્કર્ષ તેથી વસ્તુને સદસદ્ ઉભયરૂપ જ માનવી રહી અને તેની સદસરૂપતા પણ કથંચિદ્ ભિન્નભિન્ન જ માનવી રહી, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું.
|| આ પ્રમાણે સદસદ્ અનેકાંતવાદરૂપ પ્રથમ અધિકાર પૂર્ણ થયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org