________________
अनेकान्तवादप्रवेशः
અવસ્તુવાદિનો પ્રસંગ આવે, કારણ કે ધર્મથી જુદી વસ્તુ, સ્વરૂપેણ સત્ અને પરરૂપેણ અસત્ છે' એવું તમે અહીં માન્યું અને હવે ધર્મો પણ પર’ હોવાથી તે રૂપે પણ તે અસત્ થઈ જાય અને તો અવસુત્વનો પ્રસંગ આવે જ. એ જ રીતે ધર્મો પણ વસ્તુથી જુદા હોવાથી તેઓ પણ સ્વરૂપે સત્ અને પરરૂપે અસતું હોઈ તેઓમાં પણ ધર્માતર માનવા પડે અને એ રીતે તે ધર્માતરોમાં પણ બીજા ધર્મો માનવા પડે, એટલે તો અનવસ્થા જ થાય.
વૈશેષિકદર્શિત સિદ્ધસાધ્યતા અયુક્ત છે વિવેચનઃ વૈશેષિકઃ અરે ! ઘટાદિ દરેક વસ્તુઓ “સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ હોય અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ હોય - એવું તો અમે માનીએ જ છીએ, એમાં તમે નવું શું સિદ્ધ કર્યું ? એટલે પૂર્વે કહેલું સંપૂર્ણ કથન, સિદ્ધસાધ્યતા દોષથી ગ્રસ્ત છે.
સ્યાદ્વાદીઃ આ વાત પણ અયુક્ત છે, કારણ કે તમારા મતે સદસરૂપ વસ્તુ સિદ્ધ નથી, તે છતાં જો વસ્તુ સદસરૂપ મનાય, તો પોતાના મતનો વિરોધ થવાનો જ... તે આ પ્રમાણે –
જો વસ્તુને સદસરૂપ મનાય, તો વસ્તુના બે ધર્મો સ્વીકારવા પડે : સ્વરૂપે સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ... પણ અહીં તમારે કહેવું પડશે કે સત્ત્વાસસ્વરૂપ ધર્મ અને ધર્મી વચ્ચે શું છે? (૧) ભેદ, (૨) અભેદ, કે (૩) ભેદભેદ ? વૈશેષિકમતે એ ત્રણે વિકલ્પો સંગત નથી. જુઓ –
# પ્રથમ વિકલ્પની અસંગતિ જ જો ધર્મ-ધર્મીનો ભેદ મનાય, તો તો ધર્મ-ધર્મીની વસ્તુરૂપતા જ ન રહે. તે આ રીતે
(ક) વસ્તુ તે ધર્મથી જુદી હોવાથી, વસ્તુ માટે ધર્મ પણ ‘પર બને અને તો “દરેક વસ્તુ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ હોય એવા તમારા અભ્યાગમ પ્રમાણે, પર એવા ધર્મરૂપે (=સત્ત્વાસસ્વરૂપે) પણ વસ્તુ અસત્ બને ! (હવે જો સ્વરૂપસત્ત્વ ન હોય, તો વસ્તુનું કોઈ સ્વરૂપ જ ન રહે અને જો પરરૂપ અસત્ત્વ ન હોય, તો ઘડો પટરૂપ પણ બની જાય.) એટલે તો ઘટરૂપ વસ્તુનો અભાવ થવાનો જ. (આમ પ્રથમ પક્ષે ધર્મીના અવડુત્વનો પ્રસંગ આવે.)
(ખ) ધર્મો તે વસ્તુથી જુદા હોવાથી, તેઓનું પણ એક સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થાય અને તો તેઓ પણ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ માનવા પડે અને તેવું માનવામાં તે ધર્મોમાં સત્ત્વ-અસત્ત્વરૂપ બીજા ધર્મો માનવા પડે ! અને એ બીજા ધર્મોમાં પણ સ્વરૂપે સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ એવા બીજા ધર્મો માનવા પડે... એ રીતે તો અનવસ્થા જ થવાની.
(આમ અનવસ્થાના ભયથી તે ધર્મોમાં સ્વરૂપ સત્ત્વ અને પરરૂપ અસત્ત્વ નહીં મનાય, તો તે ધર્મોનું સ્વરૂપ પણ ન રહે અને તેઓ પરરૂપ બની જાય. એટલે તો તેઓનો અભાવ થવાનો જ.)
આમ ધર્મ-ધર્મીનો સર્વથા ભેદ માનવામાં તેઓની વસ્તુરૂપતા જ ન રહે.
स्यादेतत्, न धर्माणां धर्मान्तरमिष्यते, अपि तु 'त एव स्वरूपेण सन्ति, पररूपेण
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org