________________
गुर्जरविवेचनसमन्वितः
६१
હોય તો અકર્તુત્વનો ઉપયોગ ન રહે, અર્થાત્ એકસ્વભાવે જ કર્તુત્વ-અકર્તુત્વનો વિરોધ છે” – એમ પૂર્વોક્ત રીતે પૂર્વપક્ષીનું કથન અયુક્ત જ જણાય છે.
એટલે પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે – “કારણ જો સર્વાત્મના કાર્ય કરે, તો એ કારણ ભાવરૂપ જ થાય, કારણ કે અભાવ તો તુચ્છ હોવાથી કશું કરતો નથી વગેરે.” - તે બધું પણ ખંડિત થયું, કારણ કે અભાવ પણ વસ્તુનો ધર્મ છે, એટલે વસ્તુથી (=ભાવથી) કથંચિત્ અભિન્ન છે. (એટલે કાર્યાતરનું અકારણ હોઈ અભાવ પણ વસ્તુધર્મ છે અને તેથી વસ્તુથી કથંચિત્ અભિન્ન છે.)
તાત્પર્ય એ કે, વસ્તુ સર્વાત્મના કાર્ય કરતી હોય, તો તેનો અભાવાંશ પણ કંઈ કરતો હોય, તે પૂર્વપક્ષને માન્ય નથી, પણ તેનું ખંડન થયું. તે આ રીતે – અભાવરૂપ વસ્તુ ધર્મ, કંઈ કરે નહીં તેવું નથી... અને તે શું કરે ? તો કહે છે કે, કાર્યાતરાકતૃત્વન અભાવાંશ વ્યાપૃત થાય છે, અર્થાત્ માટી, મૃત્ત્વન ઘટ કરે છે, અનુત્વેન પટાદિ નથી કરતી... આમ ઘટ કરવા માટે પટાદિનું અકારણ પણ જરૂરી છે જ. એટલે અભાવ પણ વસ્તુથી અભિન્ન છે.
નિષ્કર્ષ એટલે કાર્યાતરા કર્તુત્વેન વસ્તુમાં અભાવરૂપતા પણ વાસ્તવિક જ માનવી રહી અને તો વસ્તુ સદસરૂપ જ છે, એવું વ્યવસ્થિત થયું.
આ વિશે કહ્યું છે કે –
પ્રત્યક્ષ દ્વારા તેવું જ સંવેદન થાય છે અને કાર્ય દ્વારા પણ તેવું જ જણાય છે, તેથી એક જ વસ્તુ સદસ૬ ઉભયરૂપ છે, એવો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ.”
अत्रान्यस्त्वाह-ननु च 'वस्तुनः स्वरूपेण सत्त्वम्, पररूपेण चासत्त्वम्' इति एतदिष्यत एव इति सिद्धसाध्यता ।।
__ एतदप्ययुक्तम्, स्वमतविरोधात; तथाहि- एवमिच्छता 'वस्तुन एव सत्त्वमसत्त्वं च धर्मों' इत्येष्टव्यं, वक्तव्यं च-धर्मधर्मिणोरन्यत्वमनन्यत्वमन्यानन्यत्वं वा, इति । किञ्चातः ? यद्यन्यत्वम्, अवस्तुत्वादिप्रसङ्गः । कथम् ? इह 'वस्तु धर्मव्यतिरिक्तं स्वरूपेण सत्पररूपेण चासद्' इत्यभ्युपगमात् । धर्माणां च परत्वात्तद्रूपेणासत्त्वादवस्तुत्वप्रसङ्गः । एवं धर्माणामपि वस्तुव्यतिरिक्तत्वात्स्वरूपेण सत्त्वं पररूपेण चासत्त्वम्, इति धर्मान्तरप्राप्तिः; तत्राप्ययमेव ચાવ રૂનિષ્ઠા |
–- પ્રવેશરશ્મિ -- ભાવાર્થ : પૂર્વપક્ષ: અરે ! “વસ્તુનું સ્વરૂપે સત્પણું અને પરરૂપે અસતપણે એવું તો ઇષ્ટ જ છે. એટલે સિદ્ધસાધ્યતા થઈ. ઉત્તરપક્ષ આ પણ અયુક્ત છે, કારણ કે સ્વમતનો વિરોધ થાય છે. જુઓ - આવું કહેવા ઇચ્છનારે વસ્તુના જ સત્ત્વ-અસત્ત્વ ધર્મ છે એવું માનવું જ જોઈએ અને કહેવું જોઈએ કે, ધર્મ-ધર્મનું શું છે ? (૧) ભિન્નત્વ, (૨) અભિન્નત્વ, કે (૩) ભિન્નાભિન્નત્વ ? (૧) જો ભિન્નત્વ કહો, તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org