________________
अनेकान्तवादप्रवेशः
વિવેચનઃ આશંકા વસ્તુનું સ્વકાર્ય-કર્તુત્વ જ વાસ્તવિક છે, બાકી તેમાં રહેલું પરકાર્યઅકર્તુત્વ તો કાલ્પનિક છે. (એટલે વસ્તુ તો માત્ર કર્તુરૂપ જ ફલિત થાય.)
સમાધાનઃ તમારું આ કથન પણ અમનોહર છે, કારણ કે પરકાર્ય-અકર્તુત્વ કાલ્પનિક હોઈ પરમાર્થથી તો એ અસદ્ જ ફલિત થાય અને તો એ પરકાર્ય-અકર્તુત્વ રહે જ નહીં... અને પરકાર્યઅકર્તુત્વ ન રહે, તો વસ્તુમાં પરકાર્યકર્તુત્વ આવી જતાં, વસ્તુ દ્વારા બીજા પણ કાર્યો થવા લાગે, અર્થાત્ માટીથી કપડાં વગેરે પણ થવા લાગે ! (કારણ કે જો કપડાં વગેરે કાર્ય ઉત્પન્ન ન કરે, તો તેના અકર્તુત્વનો અભાવ ન કહી શકાય.)
अथाशङ्का-स्वकार्यकर्तृत्वव्यतिरिक्त कार्यान्तराकर्तृत्वं परिकल्पितम्, स्वकार्यकर्तृत्वमेव पुनः कार्यान्तराकर्तृत्वस्वभावमभ्युपगम्यत एव, इति।
एतदप्ययुक्तम्, दत्तोत्तरत्वात्; तथाहि-येनैव स्वभावेन करोति तेनैव न करोति, इत्येतदापन्नम्, इत्यादि तदेवावर्त्तते । अनेनैव 'सर्वात्मना च करणे तद्भावरूपमेव स्यात्' इत्यादि प्रतिक्षिप्तम्, अभावस्य वस्तुधर्मत्वात् कथञ्चिदव्यतिरेकात्, कार्यान्तराकारणत्वात् इति । तस्माद् व्यवस्थितमेतत्सदसद्रूपं वस्तु तथा चोक्तम्
'यस्मात् प्रत्यक्षसंवेद्यं, कार्यतोऽप्यवगम्यते । तस्मादवश्यमेष्टव्यं, वस्त्वेकं सदसदात्मकम् ।।१।।' इति ।।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ આશંકા : સ્વકાર્યકર્તુત્વથી જુદું કાર્યાતરઅકર્તૃત્વ કલ્પિત છે, પણ વળી સ્વકાર્યકર્તુત્વ જ કાર્યાતરઅકર્તુત્વસ્વભાવી તો મનાય જ છે. સમાધાન : આ પણ અયુક્ત છે, કારણ કે ઉત્તર અપાઈ જ ગયો છે. તે આ પ્રમાણે - આવું કહેવાથી જે સ્વભાવે કરે તે જ સ્વભાવે ન કરે એવું માનવું પડે. ઇત્યાદિ એ જ વાતો આવૃત્ત થાય... એટલે જ “પૂર્ણપણે કરવામાં તો એ ભાવરૂપ જ થાય” - એ કથન પણ નિરાકૃત થઈ ગયું, કારણ કે અભાવ પણ કથંચિત્ અભિન્ન હોઈ વસ્તુના ધર્મરૂપ છે, કારણ કે વસ્તુ પરકાર્યના અકારણરૂપ છે. તેથી સિદ્ધ થાય છે કે, વસ્તુ સદસરૂપ છે. કહ્યું છે કે – “જે કારણથી પ્રત્યક્ષથી સંવેદ્ય છે અને કાર્યથી પણ જણાય છે, તે કારણથી એક વસ્તુ સદસરૂપ અવશ્ય માનવી જોઈએ.”
વિવેચનઃ આશંકાઃ વસ્તુનું જે સ્વકાર્યકર્તુત્વ છે, તેનાથી જુદું પરકાર્ય-અકર્તુત્વ જ કલ્પિત છે, બાકી પરકાર્ય-અકર્તૃત્વનો સાવ જ અભાવ નથી, કારણ કે સ્વકાર્યકર્તૃત્વનો જ પરકાર્ય-અકર્તુત્વ એવો એક સ્વભાવ છે. (એટલે પરકાર્ય કરવાની આપત્તિ ન આવે.)
સમાધાનઃ આ આશંકા પણ અયુક્ત છે, કારણ કે તેનો ઉત્તર અને પૂર્વે જ આપી દીધો. તે આ રીતે - “કર્તુત્વનો જ અકર્તુત્વસ્વભાવ મનાય, તો જે સ્વભાવથી કાર્ય કરે, તે જ સ્વભાવથી કાર્ય ન કરે એવું માનવું પડે... પણ એકસ્વભાવનો એક ઠેકાણે જ ઉપયોગ હોવાથી, કર્તૃત્વનો ઉપયોગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org