________________
गुर्जरविवेचनसमन्वितः -
- પ્રવેશરશ્મિ :
.
ભાવાર્થ : પૂર્વપક્ષ : વસ્તુમાં કાર્યાંતર-અકર્તૃત્વ જેવું જુદું કાંઈ છે જ નહીં કે જેના અભિન્નપણારૂપ યુક્તિને અનુસા૨ે તમે અકારણપણું કહી શકો... પણ સ્વકાર્યકર્તૃત્વરૂપ એક સ્વભાવ જ પરકાર્ય - અકર્તૃત્વરૂપ છે. ઉત્તરપક્ષ : તો તો જે આકારે કરે તે જ આકારે ન કરે' - એવું માન્યું કહેવાય અને એ રીતે અભિન્ન નિમિત્ત હોવામાં તો એકત્ર કર્તૃત્વ-અકર્તૃત્વનો વિરોધ થવાનો જ. તે આ પ્રમાણે - તે જ સ્વભાવે કરે અને ન કરે, એ તો પૂર્વાપર વ્યાહત છે, કારણ કે એકસ્વભાવનો એકત્ર જ ઉપયોગ હોઈ શકે.
ન
વિવેચન : પૂર્વપક્ષ : વસ્તુમાં માત્ર સ્વકાર્યકર્તૃત્વ જ છે, તેનાથી જુદું પકાર્ય-અકર્તૃત્વ જેવું કશું છે જ નહીં, તો તમે “સ્વકાર્યકર્તૃત્વ અને પરકાર્યઅકર્તૃત્વ બંનેનો અભેદ માનો, તો તે પરકાર્ય પણ કરવા લાગે અથવા તો સ્વકાર્ય પણ ન કરે અને સ્વકાર્ય ન કરવાથી તો એ કારણ જ ન બને” – એ બધા દોષોનું આપાદન કેવી રીતે કરી શકો ? (અર્થાત્ પરકાર્યઅકર્તૃત્વ જેવું કશું જ નથી, તો તેને લઈને દોષો શી રીતે અપાય ?)
५९
શંકા : પરકાર્યઅકર્તૃત્વ નહીં હોય, તો વસ્તુ પરકાર્ય પણ કરવા લાગશે ને ?
સમાધાન ઃ એવું પણ નથી, કારણ કે વસ્તુનો જે સ્વકાર્યકર્તૃત્વસ્વભાવ છે, તે જ પરકાર્યઅકર્તૃત્વ-સ્વભાવ પણ છે. (અર્થાત્ વસ્તુ, એક જ સ્વભાવથી સ્વકાર્યકર્તા અને પરકાર્ય-અકર્તા છે.) એટલે પકાર્ય કરવાની આપત્તિ નહીં આવે.
ઉત્તરપક્ષ : અરે ! એ રીતે તો કારણ જે સ્વભાવથી કાર્ય કરે તે જ સ્વભાવથી કાર્ય ન કરે એવું માનવું પડશે અને તો એક જ નિમિત્તથી એક જ વસ્તુમાં કર્તૃત્વ - અકર્તૃત્વ બે ધર્મોનો વિરોધ થવાનો જ. તે આ પ્રમાણે
-
વસ્તુ જે સ્વભાવે કાર્ય કરે, તે જ સ્વભાવે ‘કાર્ય ન કરે' એવું શી રીતે કહેવાય ? કારણ કે એકસ્વભાવનો તો એક ઠેકાણે જ ઉપયોગ હોઈ શકે. જો અનેક ઠેકાણે જુદો જુદો ઉપયોગ હોય, તો તેની એકસ્વભાવતા જ ન રહે. એટલે સ્વભાવનો જો કાર્ય કરવામાં ઉપયોગ હોય, તો ‘કાર્ય ન કરવામાં’ ઉપયોગ ન રહે. એમ વિરોધ હોવાથી, સ્વકાર્યકર્તૃત્વસ્વભાવ જ પરકાર્યઅકર્તૃત્વરૂપ
ન મનાય.
Jain Education International
कार्यान्तराकर्तृत्वं तत्र परिकल्पितम् इति चेत् ? तदप्यमनोहरम्, कार्यान्तराकर्तृत्वस्य तत्र परिकल्पितत्वाद् वस्तुतोऽसत्त्वात् तद्भावापत्त्या कार्यान्तरकर्तृत्वप्रसङ्गात् ।। ૐ પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : આશંકા : ત્યાં કાર્યાંતરઅકર્તૃત્વ કલ્પિત છે. સમાધાન : તે પણ અમનોહર છે, કારણ કે ત્યાં કાર્યાંતરઅકર્તૃત્વ પરિકલ્પિત હોઈ પરમાર્થથી અસત્ છે અને તો તે રૂપે પણ ભાવ થતાં કાર્યાંતરના કર્તૃત્વનો પ્રસંગ આવે.
For Personal & Private Use Only
*
www.jainelibrary.org