________________
अनेकान्तवादप्रवेशः
આમ જુદા જુદા નિમિત્તને લઈને એક જ કારણ કોઈક આકારે કરે અને કોઈક આકાર ન કરે એવું નિબંધ ઘટી શકે, તેમાં કોઈ વિરોધ નથી.
એટલે કારણમાં અવચ્છેદકભેદે કર્તુત્વ (સત્ત્વ) અને અકર્તુત્વ (અસત્ત્વ) ઉભય છે અને તો તે કારણ ઉભયરૂપ હોવામાં કોઈ વિરોધ નથી.
( કર્તુત્વને જ અકર્તુત્વરૂપ ન મનાય છે પૂર્વપક્ષ : વસ્તુનું સ્વકાર્યકર્તીપણું જ પરકાર્યનું અકર્તીપણું છે, તેનાથી જુદું નહીં. (અને તો વસ્તુમાં એક જ નિમિત્ત રહેવાથી કરણ-અકરણનો વિરોધ થવાનો જ.)
ઉત્તરપક્ષ ઃ તમારી વાત બરાબર નથી, કારણ કે જો સ્વકાર્યકપણું જ પરકાર્યનું અકર્તીપણું મનાય, તો (૧) અકર્તુત્વ પણ કર્તુત્વરૂપ બને, અથવા (૨) કર્તુત્વ પણ અકર્તુત્વરૂપ બને ! અને તો શું દોષ આવે, તે જુઓ –
(૧) અકર્તુત્વ પણ કર્તુત્વરૂપ બને, તો પરકાર્યઅકર્તુત્વ પણ પરકાર્યકર્તુત્વ રૂપ બને અને તેથી તો વસ્તુ જેમ પોતાનું કાર્ય કરે, તેમ બીજાનું કાર્ય પણ કરવા લાગે ! અર્થાત્ માટીથી કપડા પણ થવા લાગે !
અથવા જો
(૨) કર્તૃત્વ પણ અકર્તુત્વરૂપ બને, તો સ્વકાર્યકર્તૃત્વ પણ સ્વકાર્યઅકતૃત્વરૂપ બને અને તેથી તો વસ્તુ જેમ બીજાનું કાર્ય ન કરે, તેમ પોતાનું કાર્ય પણ નહીં કરે, અર્થાત્ માટીથી જેમ કપડું નથી થતું, તેમ ઘટ પણ નહીં થાય ! અને એ રીતે તો તેનાથી કોઈ કાર્ય ન થતા, તે કારણ જ નહીં રહે.
એટલે સ્વકાર્યકર્તુત્વ (સત્ત્વ) અને પરકાર્ય - અકર્તુત્વ (અસત્ત્વ) બંને જુદા જુદા જ માનવા રહ્યા અને તો વસ્તુની ઉભયરૂપતા જ સિદ્ધ થઈ (અને એ રીતે વસ્તુમાં બે નિમિત્ત મળતાં કરણ - અકરણનો વિરોધ પણ ન જ રહે.)
આટલું સચોટ તર્કોથી સમજાવ્યા પછી પણ હજી એકાંતવાદી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે, જેનો ગ્રંથકારશ્રી નિરાસ કરશે –
___ स्यादेतत्-किं हि नाम कार्यान्तराकर्तृत्वमन्यत् ? यदाश्रित्यानन्यत्वयुक्त्यनुसारेणाकारणत्वं प्रतिपाद्यते; किन्तु स्वकार्यकर्तृत्वमेवैकस्वभावं कार्यान्तराकर्तृत्वम्, इति। ____ हन्त, तर्हि 'येनैवाकारेण करोति, तेनैव न करोति' इत्येतदापन्नम् । एवं चाभिन्ननिमित्तत्वे सत्येकत्र कर्तृत्वाकर्तृत्वयोर्विरोधः, इति; तथाहि-तेनैव स्वभावेन करोति न करोति च इति व्याहतमेतत्, एकस्वभावस्यैकत्रोपयोगात् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org