________________
गुर्जरविवेचनसमन्वितः
५७
કે ઉભયરૂપ (સદસરૂ૫) કાર્ય કદી ઉપલબ્ધ થતું નથી” એ બધું કથન પણ નિરવકાશ છે, કારણ કે વસ્તુનો ઉપલંભ (=જ્ઞાન) ઉભયરૂપે (સદસદાકારે) જ થાય છે, એવું અમે પૂર્વે જ સિદ્ધ કરી ગયા. (એટલે કાર્ય દ્વારા સદસરૂપ કારણ જણાય જ.)
વિવેચનઃ ભાવાર્થને અનુસાર સુગમ હોવાથી વિવરણ કર્યું નથી.
'न च तत्कार्यकरणे प्रवर्त्तमानं केनचिदाकारेण करोति केनचिन्न करोति, एकस्य करणाकरणविरोधात्ः' इत्याद्यप्यसारम्, विरोधासिद्धेः; तथाहि-पर्यायात्मना करोति, द्रव्यात्मना न करोति; कुत एकस्य करणाकरणविरोधः ? इति । अथवा स्वकार्यकर्तृत्वेन करोति, कार्यान्तराकर्तृत्वेन न करोति; अतः केनचिदाकारेण करोति, केनचिन्न करोतीति कोऽत्र विरोधः ? । न च स्वकार्यकर्तृत्वमेव कार्यान्तराकर्तृत्वम् यदि स्यात्, यथा स्वकार्य करोति, एवं कार्यान्तरमपि कुर्यात्, कर्तृत्वानन्यत्वादकर्तृत्वस्य; विपर्ययो वा, ततश्चाकारणत्वमिति ।।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : બીજું - “તે કાર્ય કરવા પ્રવર્તે, ત્યારે અમુક આકારે કરે અને અમુક આકારે ન કરે એવું ન બને, કારણ કે એકના કરણ-અકરણનો વિરોધ છે” – એ બધું પણ અસાર છે, કારણ કે વિરોધ સિદ્ધ નથી. તે આમ - પર્યાયરૂપે કરે અને દ્રવ્યરૂપે ન કરે, તો એકના કરણ-અકરણનો વિરોધ કેવી રીતે? અથવા, સ્વકાર્ય-કર્તરૂપે કરે અને કાર્યાતર-અકર્તરૂપે ન કરે. એટલે કોઈક આકારે કરે અને કોઈક આકારે ન કરે, એવું હોય તો વિરોધ શું? અને સ્વકાર્યકર્તીપણું જ કાર્યાતર-અકર્તીપણું નથી, જો હોય, તો જેમ પોતાનું કાર્ય કરે છે, તેમ બીજાનું કાર્ય પણ કરવા લાગે, કારણ કે અકર્તીપણું કર્તુપણાથી અભિન્ન છે. અથવા તેનાથી ઉંધું થઈ જાય અને તેથી તો પોતાના કાર્યનું પણ કારણ ન બને.
વિવેચન : પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે – “કારણ સદસરૂપ ન હોઈ શકે, કારણ કે વસ્તુ જ્યારે કાર્ય કરવા પ્રવર્તે, ત્યારે તે અમુક આકારે કાર્ય કરે અને અમુક આકારે કાર્ય ન કરે - એવું ન બને, કારણ કે એક જ વસ્તુ કરે અને ન પણ કરે તે બંનેનો વિરોધ છે” – એ બધું કથન પણ અસાર જણાઈ આવે છે, કારણ કે એક જ વસ્તુ જુદા જુદા નિમિત્તને લઈને કરે અને ન પણ કરે, તેમાં કોઈ વિરોધ નથી. તે આ પ્રમાણે –
(૧) માટી વગેરે કારણો, ઘટ-કપાલાદિ પર્યાયરૂપે જ કાર્યને ઉત્પન્ન કરે, માટી-આદિ દ્રવ્યરૂપે નહીં, કારણ કે માટી આદિ દ્રવ્ય તો પોતામાં છે જ તેને લઈને કાર્ય નથી કરાતું, પણ પર્યાયને લઈને કરાય છે. આમ એક જ કારણ, પર્યાયને લઈને કાર્ય કરે છે અને દ્રવ્યને લઈને કાર્ય નથી કરતું.
(૨) માટી વગેરેનો સ્વભાવ, પોતાના ઘટાદિ કાર્ય કરવાનો જ છે, બીજા પટાદિ કાર્ય કરવાનો નહીં એટલે એક જ કારણ, સ્વકાર્યકર્તૃપણે કરે અને પરકાર્ય-અકર્તપણે નથી કરતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org