________________
अनेकान्तवादप्रवेशः
- > ધર્મ-ધર્મીનો ધર્મ-ધર્મરૂપે ભેદ છે, સ્વભાવથી વળી અભેદ છે.' તે પણ ધર્મોનો પરસ્પર ભેદ હોવાથી અને તેઓ પ્રતિનિયત ધર્મીને આશ્રિત હોવાથી કથંચિત્ ભેદ છે” ઇત્યાદિ કથનથી નિરાકૃત થાય છે, કારણ કે બીજી રીતે ભેદભેદ સિદ્ધ થાય નહીં. અને બીજું તમે જે કહ્યું હતું કે - “વિષયની વ્યવસ્થા સંવેદનને આધીન છે અને સદસરૂપ વસ્તુ સંવેદાતી નથી, કારણ કે ઉભયરૂપ સંવેદનનો અભાવ છે' - તે વાત પણ “અનુવૃત્તવ્યાવૃત્ત સ્વભાવવાળી વસ્તુ પ્રત્યક્ષથી જણાય છે' ઇત્યાદિ કથનથી પરિહૃત થાય છે, કારણ કે ઉભયરૂપ સંવેદન અબાધિત છે.
વિવેચનઃ પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે- “ભેદભેદ માનનારે પણ આટલું તો અવશ્ય માનવું જ પડશે કે ધર્મ-ધર્મનો ધર્મ-ધર્મરૂપે ભેદ છે, પણ સ્વભાવથી તો અભેદ જ છે” - તે કથનનો પણ પરિહાર થાય છે. (તે કથનમાં તમે એક્વેત ભેદ/અભેદને લઈને દોષ આપ્યા હતા, પણ અમે એકાંત ભેદ/અભેદ માનતાં જ નથી, જુઓ –)
અમે પૂર્વે જ કહ્યું હતું કે – “ધર્મો પરસ્પર ભિન્ન હોવાથી અને તેઓ પ્રતિનિયત એક ધર્મારૂપ આધારમાં રહ્યા હોવાથી, ધર્મ-ધર્મીનો કથંચિદ્ ભેદ છે” – એ કથનથી અમે કથંચિદ્ ભેદ પણ માનીએ છીએ, સર્વથા અભેદ નહીં.
અને પૂર્વે અમે કહ્યું હતું કે – “ધર્મ-ધર્મી પરસ્પર વ્યાપ્ત હોવાથી ગૌણરૂપે બંને એકબીજારૂપ છે અને તો તેઓનો કથંચિત્ અભેદ પણ છે જે” – એ કથનથી અમે કથંચિત્ અભેદ પણ માનીએ છીએ, સર્વથા ભેદ નહીં.
એટલે અમે ધર્મ-ધર્મીના ભેદભેદની સિદ્ધિ, તમે કહો છો તેવા સ્વતંત્ર ભેદ કે અભેદરૂપે નહીં, પણ જાત્યન્તર એવા ભેદભેદરૂપે જ કરીએ છીએ અને એટલે તે સિવાય બીજી રીતે ભેદભેદ સિદ્ધ થઈ શકે નહીં કે જેને લઈને તમે દોષ આપી શકો.
વળી, પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે “વિષયની વ્યવસ્થા સંવેદનને આધીન છે અને સદસરૂપ વસ્તુનું સંવેદન થતું નથી, કારણ કે ઉભયરૂપ સંવેદનનો અભાવ છે” - તે વાત પણ નિરાકૃત થાય છે. કારણ કે અમે પૂર્વે જ કહ્યું હતું કે – “ઘટાદિ પદાર્થો, પૂર્વાપરક્ષણોમાં મૃન્મયત્વેન અનુગત-રૂપે (સરૂપે) અને પટાદિથી વ્યાવૃત્તરૂપે (અસરૂપે) એમ અનુવૃત્ત-વ્યાવૃત્તરૂપે પ્રત્યક્ષથી દેખાય છે” – એ કથનથી સિદ્ધ થાય કે, વસ્તુનું સંવેદન ઉભયરૂપે (=સદસદાકારરૂપે) થાય છે જ અને તો તેના આધારે વસ્તુ પણ ઉભયરૂપ ફલિત થાય જ. (એટલે સંવેદનના આધારે વસ્તુની ઉભયરૂપતાનું નિરાકરણ કરવું; એ તમારું દુઃસાહસ જ છે.)
____ यच्चोक्तम्-'न च कार्यद्वारेणापि सदसद्रूपं वस्तु प्रतिपत्तुं शक्यते, यतो नोभयरूपं कार्यमुपलभ्यते' इत्यादि । एतदप्यनवकाशम्, वस्तुस्थित्योभयरूपस्योपलम्भस्य साधितत्वात् ।
- પ્રવેશરશ્મિ - ભાવાર્થ બીજું તમે જે કહ્યું હતું કે - “વસ્તુ સદસરૂપ છે, એવું કાર્ય દ્વારા પણ જણાતું નથી, કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org