________________
अनेकान्तवादप्रवेशः
ત્રણ વિકલ્પની સચોટ સમીક્ષા વિવેચનઃ (૧) વર્તમાનકાલીન સંસ્કાર અનુત્પન્ન સંસ્કાર પર ઉપકાર કરે એવું તો ન કહી શકાય, કારણ કે અનુત્પન્ન સંસ્કાર તો અવિદ્યમાન હોઈ અસત્ છે અને અસત્ પર ઉપકાર કરી શકાય નહીં, નહીંતર તો ખપુષ્પ પર પણ ઉપકાર માનવો પડે !
(૨) વર્તમાનકાલીન સંસ્કાર ઉત્પન્ન સંસ્કાર પર ઉપકાર કરે એવું પણ ન કહેવાય, કારણ કે ઉત્પન્ન સંસ્કાર તો પૂર્ણપણે ઉત્પન્ન થઈ ગયો હોવાથી તેમાં કોઈ નવા અતિશયનું આધાન થઈ શકે નહીં અને અતિશયના આધાન વિના તો “વર્તમાનકાલીન સંસ્કાર ઉત્પન્ન સંસ્કાર પર ઉપકાર કરે છે એવું પણ ન મનાય... (અર્થાત્ અતિશયનું આધાન ન થવાથી એ સંસ્કારમાં ઉપકાર થવાનું પણ અસિદ્ધ થાય છે.)
અને જો અતિશયનું આધાન માનો, તો તે અતિશય ઉત્પન્ન સંસ્કારથી અથવા તે ઉત્પન્ન સંસ્કાર અતિશયથી જુદા માનવાનો પ્રસંગ આવે ! (અને બે જુદા હોય, તો સંસ્કારમાં કોઈ વિશેષતા ન થઈ શકે.)
પૂર્વપક્ષઃ ભૂતકાળના વિકલ્પથી થયેલો સંસ્કાર અને વર્તમાનકાળના અનુભવથી થયેલો સંસ્કાર તે બંને ભેગા મળીને, જુદા એવા ઘટવિકલ્પને ઉત્પન્ન કરે એ જ અતિશયનું આધાન છે અને એ જ એકમાં બીજા દ્વારા થનારો ઉપકાર છે. (આમ ઉપકાર્ય-ઉપકારકભાવ સંગત જ છે.)
ઉત્તરપક્ષ : આ વાત પણ બરાબર નથી, કારણ કે ઉપાદાન કારણમાં વિશેષના આધાન વિના તેમનાથી કાર્યવિશેષનું થવું સિદ્ધ નથી, અર્થાત્ ભેગા મળીને વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન કરવા, તે કારણોમાં પણ વિશિષ્ટ સામર્થ્ય જોઈએ અને તેનું વિશિષ્ટ સામર્થ્ય તેમના (=સંસ્કારરૂપ કારણના) કારણોમાં પણ વૈશિસ્ત્ર માન્યા વિના ન આવી શકે.
એટલે તેવું સામર્થ્ય ઘટાવવા તેમના કારણોમાં પણ પરસ્પર અતિશયનું આધાન (=ઉપકાર્યઉપકારકભાવ) માનવું પડે.
પ્રશ્ન : તો તેવું માની લઈશું... અર્થાત્ તેમના કારણોમાં પણ, એક કારણ બીજા કારણમાં અતિશયનું આધાન કરે છે એવું માની લઈશું, પછી તો વાંધો નહીં ને ?
ઉત્તર : પણ તેવું માનવું યોગ્ય ઠરતું નથી, કારણ કે બંને કારણો એક જ કાળે જુદા જુદા હેતુથી ઉત્પન્ન થાય છે. એટલે જુદા હેતુથી થનારા પ્રથમ કારણમાં, એકકાલીન એવા જુદા હેતુથી થનારા બીજા કારણ દ્વારા અતિશયનું આધાન થઈ શકતું નથી.
તેનું કારણ એ જ કે, તે બંને કારણોના (સંસ્કારરૂપ કાર્યના કારણોના) કારણોમાં પણ, એક કારણમાં બીજા કારણ દ્વારા અતિશયનું આધાન થઈ શકતું નથી એટલે પહેલા તો આ કારણોમાં પરસ્પર ઉપકાર્ય-ઉપકારકભાવ સાબિત કરવો પડે, તો જ તેમની કાર્યશૃંખલામાં પરસ્પર ઉપકાર્યઉપકારભાવ સિદ્ધ થાય.).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org