________________
५२
अनेकान्तवादप्रवेशः
સામાન્યાકા૨રૂપ હોઈ અવસ્તુ-અસત્ છે અને તો તદાકારમય જ્ઞાન પણ અસત્ થાય.
પ્રશ્ન ઃ (સિદ્ધૌ વા=) તો અર્થવિકલ્પાકાર વિના પણ, નિર્વિકલ્પની જેમ તેમાં (=કલ્પના જ્ઞાનમાં) સ્વસંવિત્તિની સિદ્ધિ માની લઈએ તો ?
<0
ઉત્તર ઃ તો તો તે કલ્પના જ નહીં રહે, કારણ કે જેમાં અર્થવિકલ્પ ન હોય, તે જ્ઞાન વિકલ્પરૂપ= કલ્પનારૂપ શી રીતે કહેવાય ? તે તો માત્ર સ્વસંવેદનરૂપ હોઈ નિર્વિકલ્પ જ ફલિત થાય. આમ બૌદ્ધમતે કલ્પનાજ્ઞાનની સંગતિ કથમિપ થતી નથી.
ૐ ‘દ્વિશેષઃ, અસિદ્ધે:' કૃતિ પૂર્વમુદ્રિતપાઃ, અત્ર -પાઠ: |
- પ્રવેશરશ્મિ :
अतीतकालानुभूतसंस्कारस्तथापरिपच्यमानः स्वलक्षणानुभवजनितसंस्कारोपपादितविशेषो हेतु:, इति चेत् ? न तस्य स्वलक्षणानुभवजनितसंस्काराद्विशेषासिद्धेः । असिद्धिश्च तत्त्वतस्ततोऽनुपकारात्; तथाहि स तस्य विकल्पाहितसंस्कारविशेषस्यानुत्पन्नस्योत्पन्नस्य निरुद्धस्य वोपकुर्याद् ? इति भेदाः ।
For Personal & Private Use Only
ભાવાર્થ : સ્વલક્ષણના અનુભવથી જન્ય સંસ્કાર થકી જેમાં વિશેષ ઉત્પન્ન કરાયો છે એવો ભૂતકાળમાં અનુભવેલા વિકલ્પથી થયેલો પરિપક્વ સંસ્કાર કલ્પનાનો હેતુ થાય, એમ કહો તો તે પણ બરાબર નથી, કારણ કે સ્વલક્ષણના અનુભવથી જન્ય સંસ્કાર થકી તેમાં વિશેષની સિદ્ધિ થઈ શકતી નથી, તેનું કારણ એ કે પરમાર્થથી તેના દ્વારા કોઈ ઉપકાર થતો નથી. જુઓ; તે સંસ્કાર, અતીતકાલીન વિકલ્પજનિત કેવા સંસ્કાર વિશેષ ઉપર ઉપકાર કરે ? (૧) અનુત્પન્ન, (૨) ઉત્પન્ન, કે (૩) નિરુદ્ધ ?
સંસ્કારની હેતુતાનો વિકલ્પશઃ નિરાસ
વિવેચન : પૂર્વપક્ષ : ભૂતકાળમાં અનુભવેલા વિકલ્પથી થયેલો સંસ્કાર, જ્યારે પરિપક્વ અવસ્થા પામે અને જ્યારે વર્તમાનકાલીન સ્વલક્ષણના અનુભવથી થયેલા સંસ્કાર થકી તેમાં વિશેષતાનું આધાન થાય, ત્યારે તે (=ભૂતકાલીન સંસ્કાર) વિકલ્પજ્ઞાનનું કારણ બને છે.
(આશય એ કે, ભૂતકાળમાં ઘટના* અનુભવથી જ્ઞાનપરંપરામાં સંસ્કારનું આધાન થયું હતું. હવે હમણાં ઘટરૂપ સ્વલક્ષણના અનુભવથી જન્ય સંસ્કાર, તે પૂર્વકાલીન સંસ્કારમાં વિશેષનું આધાન કરે છે અને એટલે પૂર્વકાલીન સંસ્કાર પરિપક્વ અવસ્થાને પામતા તેના દ્વારા ઘટવિકલ્પ ઉત્પન્ન થાય છે.)
આમ કલ્પનાજ્ઞાનનો (ભૂતકાલીન સંસ્કારરૂપ) હેતુ સંગત જ છે.
* ભૂતકાલીન અનુભવ એટલે સંકેતકાલીન અનુભવ, ‘ટોય’ એમ કોઈએ ઘટ બતાવ્યો, ત્યારનું જે નિર્વિકલ્પવિકલ્પ સંવેદન તે
Jain Education International
www.jainelibrary.org