________________
गुर्जर विवेचनसमन्वितः
(૨) હવે જો એ સામાન્ય લક્ષણરૂપ હોય, તો હકીકતમાં બૌદ્ધમતે તેનું અસ્તિત્વ જ નથી, કારણ કે કોઈપણ વસ્તુ સામાન્યલક્ષણરૂપ હોતી જ નથી એવું બૌદ્ધો કહે છે. * તો સામાન્યલક્ષણરૂપ તેવા અસત્ સંસ્કારથી શી રીતે કલ્પનાજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકે ?
એટલે આમ એકે વિકલ્પ પ્રમાણે કલ્પનાનો હેતુ સંગત થતો નથી અને તો એકાંત પર્યાયનયમતે કલ્પનાનું અસ્તિત્વ અસંગત જ રહે.
*
५१
स्यादेतद्-नहि कल्पनाऽस्वलक्षणमेव, तस्या अपि स्वसंवित्तौ स्वलक्षणत्वात्; उक्तं ચ-‘લ્પનાવિ સ્વસંવિત્તાવિષ્ટા, નાર્થે, વિત્ત્વનાત્' તિા
एतदप्ययुक्तम्, अर्थविकल्पनाऽऽकारव्यतिरेकेण तत्स्वसंवित्त्वसिद्धेः; सिद्धौ वा, कल्पनाऽयोगात् ।
- પ્રવેશરશ્મિ નુ
ભાવાર્થ : પૂર્વપક્ષ : કલ્પના અસ્વલક્ષણરૂપ જ નથી, કારણ કે તે પણ સ્વસંવિત્તિમાં તો સ્વલક્ષણરૂપ છે અને કહ્યું છે કે, - ‘કલ્પના પણ સ્વસંવિત્તિમાં ઇષ્ટ છે. હા, અર્થમાં નહીં, કારણ કે તે વિકલ્પરૂપ છે.’ ઉત્તરપક્ષ : આ પણ અયુક્ત છે, કારણ કે અર્થવિકલ્પાકાર વિના તેની સ્વસંવિત્તિ સિદ્ધ થાય નહીં અથવા જો સિદ્ધ થાય તો તે કલ્પના જ ન રહે.
*
વિવેચનઃ પૂર્વપક્ષ ઃ (બૌદ્ધમતે દરેક વસ્તુઓ સ્વલક્ષણરૂપ છે, એટલે કલ્પનાનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેને પણ સ્વલક્ષણરૂપ માનવી પડે... પણ એ સ્વલક્ષણરૂપ કેવી રીતે ? એ જણાવવા બૌદ્ધ પોતાનું મંતવ્ય રજૂ કરે છે –) કલ્પના માત્ર અસ્વલક્ષણરૂપ (સામાન્યાકારલક્ષણરૂપ) જ નથી, કારણ કે તે પણ સ્વસંવેદન અંશમાં તો (અભ્રાન્તરૂપ હોઈ) સ્વલક્ષણરૂપ જ છે...
આ વિશે કહ્યું છે કે -
‘કલ્પના પણ સ્વસંવિત્તિમાં ઇષ્ટ છે, અર્થ વિશે નહીં, કારણ કે અર્થ વિશે વિકલ્પરૂપ હોઈ ભ્રાન્ત છે. (જ્યારે સ્વસંવેદન અંશમાં દરેક જ્ઞાનો અભ્રાન્ત હોય છે.)’
ઉત્તરપક્ષ ઃ તમારું આ કથન પણ અયુક્ત છે, કારણ કે અર્થના વિકલ્પાકાર વિના તેની સ્વસંવિત્તિ સિદ્ધ થઈ શકે નહીં. (આશય એ કે, અર્થને જાણવું ‘આ ઘટ છે - આ પટ છે' એ પ્રમાણે જાણવું; એ જ જ્ઞાનનું પોતાનું સ્વરૂપ છે. હવે જો જ્ઞાનમાં અર્થનો વિકલ્પાકાર ન આવે, તો તે જ્ઞાન દ્વારા અર્થને જાણવારૂપ સ્વસ્વરૂપનું સંવેદન શી રીતે થઈ શકે ? એટલે અર્થવિકલ્પાકાર વિના સ્વસંવિત્તિની સિદ્ધિ ન જ થાય.)
બૌદ્ધમતે નિરંશ સ્વલક્ષણરૂપ જ વસ્તુ છે.
પ્રશ્ન : તે જ્ઞાનમાં અર્થવિકલ્પાકાર માની લઈએ તો ?
ઉત્તર ઃ તો તે કલ્પનાજ્ઞાનનું અસ્તિત્વ જ ન રહે, કારણ કે તે જ્ઞાનમાં આવતો અર્થવિકલ્પાકાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org