________________
५०
તો તેનું અસ્તિત્વ જ નથી રહેતું કે જેથી તેના વિશે કલ્પના કરી શકાય...) આમ એકે વિકલ્પો પ્રમાણે, અર્થ-જ્ઞાનવિષયક કલ્પના સંગત થતી નથી.
*
अनेकान्तवादप्रवेशः
कल्पनारूपमेवोत्पद्यते, इति चेत् ? न तस्य हेत्वयोगात् । हेत्वयोगश्च स्वलक्षणादनुत्पत्तेः । स्वलक्षणानुभवाहितसंस्कारात् तज्जन्म, इति चेत् ? न, संस्कारस्यापि स्वलक्षणेतररूपानतिक्रमात् स्वलक्षणरूपत्वे स एव दोषः । सामान्यलक्षणरूपत्वे तु ततस्तदुदय एव कथम् ? इति वाच्यम् ।
-. પ્રવેશરશ્મિ નુ
*
:
ભાવાર્થ : પૂર્વપક્ષ : કલ્પનારૂપ જ તે ઉત્પન્ન થાય છે. ઉત્તરપક્ષ : ના, કારણ કે તેનો કોઈ હેતુ ઘટતો નથી અને તે એટલા માટે કે સ્વલક્ષણથી તેની ઉત્પત્તિ થતી નથી. પૂર્વપક્ષ ઃ સ્વલક્ષણના અનુભવથી આહિત સંસ્કાર થકી તેનો જન્મ થાય. ઉત્તરપક્ષ : ના. કારણ કે તે સંસ્કાર પણ સ્વલક્ષણ કે સામાન્યરૂપતાનું ઉલ્લંઘન કરતો નથી. જો તે સ્વલક્ષણરૂપ હોય, તો તે જ દોષ રહેવાનો અને જો સામાન્યલક્ષણરૂપ હોય, તો તેનાથી તેનો ઉદય કેવી રીતે થાય ? એ તમે જ કહો.
કલ્પનાના હેતુનો અયોગ
વિવેચન : પૂર્વપક્ષ : જ્ઞાન તે કલ્પનારૂપે જ ઉત્પન્ન થાય છે. એટલે કલ્પનાજ્ઞાનની અસંગતિ નથી. (૫૨માર્થ : જૈને કહ્યું કે, કલ્પના કયા વિષયમાં ઉત્પન્ન થાય છે ? વસ્તુ-જ્ઞાન વગેરે વિકલ્પોમાં તો ખંડન કરી દીધું... તેથી બૌદ્ધ કહે છે કે, કોઈ વિષયમાં નહીં. એમ જ તે જ્ઞાન કલ્પનારૂપે ઉત્પન્ન થાય છે !)
ઉત્તરપક્ષ : પણ એ કલ્પનારૂપ જ્ઞાનની ઉત્પત્તિ હેતુ વિના તો ન જ થઈ શકે. એટલે હેતુ તો જોઈશે જ, પણ હકીકતમાં તેનો કોઈ હેતુ ઘટતો નથી. જુઓ –
સ્વલક્ષણને તો હેતુ તરીકે ન મનાય, કારણ કે સ્વલક્ષણથી તેની ઉત્પત્તિ નથી થતી. (સ્વલક્ષણથી નિર્વિકલ્પની જ ઉત્પત્તિ થાય, કલ્પનારૂપ સવિકલ્પની નહીં, એવું બૌદ્ધો કહે છે.)
પૂર્વપક્ષ ઃ સ્વલક્ષણને વિષય કરનારા અનુભવથી, પોતાની જ્ઞાનપરંપરામાં ‘સંસ્કાર’નું આધાન થાય છે અને એ સંસ્કારથી જ કલ્પનાજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (આમ કલ્પનાજ્ઞાનનો સંસ્કારરૂપ હેતુ સંગત જ છે.)
ઉત્તરપક્ષ ઃ તમારી વાત બરાબર નથી, કારણ કે એ સંસ્કાર પણ હશે તો (૧) સ્વલક્ષણરૂપ, કે (૨) સામાન્યલક્ષણરૂપ જ, તે સિવાય ત્રીજું તો તેનું કોઈ રૂપ નહીં જ હોવાનું.
Jain Education International
(૧) હવે જો એ સ્વલક્ષણરૂપ હોય, તો ફરી એ જ દોષ આવે, અર્થાત્ સ્વલક્ષણથી તો કલ્પનાની ઉત્પત્તિ નથી થતી, તો સ્વલક્ષણરૂપ સંસ્કારથી પણ કલ્પનાની ઉત્પત્તિ શી રીતે થઈ શકે ? ઇત્યાદિ.
For Personal & Private Use Only
www.jainelibrary.org