________________
गुर्जरविवेचनसमन्वितः
ક
તે કલ્પના, કેવી વસ્તુ વિશે થાય? (૧) ઉત્પન્ન, કે (૨) અનુત્પન્ન ?
(૨) અનુત્પન્ન વસ્તુ વિશે થાય એવું તો ન કહી શકાય, કારણ કે અનુત્પન્ન વસ્તુનું તો અસ્તિત્વ જ ન હોવાથી તે વિશે કલ્પના થઈ શકે નહીં. (શું અનુત્પન્ન – અસત્ ખપુષ્પની કલ્પના થાય છે? જો ના, તો અહીં પણ ના જ સમજવી.)
(૧) ઉત્પન્ન વસ્તુ વિશે કલ્પના થાય એવું કહો, તો અહીં પણ વિકલ્પો ઊભા થશે કે, ઉત્પન્ન વસ્તુ પણ કેવી હોવી જોઈએ? (ક) ગૃહીત, કે (ખ) અગૃહીત ?
(ખ) અગૃહીત વિશે કલ્પના થાય એવું તો ન કહી શકાય, નહીંતર તો અતિપ્રસંગ એ આવે કે ઘટજ્ઞાનથી જેમ અગૃહીત ઘટની કલ્પના થાય છે, તેમ અગૃહીત પટાદિની પણ કલ્પના થવા લાગે ! (અને તો જગત આખાના વિકલ્પો એક સાથે થશે.)
(ક) ગૃહીત વિશે પણ કલ્પના ન થઈ શકે, કારણ કે વસ્તુનું ગ્રહણ કરનાર જ્ઞાનને તો નિર્વિકલ્પ તરીકે મનાય છે.*
અને કલ્પનાજ્ઞાન તો વસ્તુને વિષય જ કરતું નથી, કારણ કે કલ્પના વખતે તો વસ્તુનું અસ્તિત્વ જ નથી રહેતું. (તો કલ્પનાજ્ઞાન તેને શી રીતે વિષય કરે ? એટલે વસ્તુ અગૃહીત જેવી જ થઈ અને તો બધાના વિકલ્પનો પ્રસંગ આવે.)
એટલે આ પક્ષ પણ યોગ્ય નથી જ.
પૂર્વપક્ષ : ઊભા રહો... બાહ્ય અર્થ વિશે તો કલ્પના થતી જ નથી, કલ્પના તો જ્ઞાન વિશે જ થાય છે.
ઉત્તરપક્ષ : આ વાત પણ બરાબર નથી, કારણ કે અહીં પણ વિકલ્પોની સંગતિ થતી નથી. જુઓ; કલ્પના કેવા જ્ઞાન વિશે થાય છે ? (૧) ઉત્પન્ન, કે (૨) અનુત્પન્ન ?
(૨) અનુત્પન્ન વિશે તો ન માની શકાય, કારણ કે અનુત્પન્ન જ્ઞાનનું તો અસ્તિત્વ જ નથી કે જેથી તેના વિશે કલ્પના થઈ શકે.
(૧) હવે ઉત્પન્ન વિશે કહો, તો તે પણ બરાબર નથી, કારણ કે એ પૂર્વેક્ષણોમાં ઉત્પન્ન થનારું જ્ઞાન તો ક્ષણસ્થિતિક હોવાથી, ઉત્પન્ન થયા પછી તરત નષ્ટ થાય છે. (એટલે કલ્પના વખતે
* બૌદ્ધમતે માત્ર નિર્વિકલ્પ જ્ઞાન જ વસ્તુસ્પર્શી - વસ્તુગ્રાહક મનાય છે, સવિકલ્પ નહીં. (જો સવિકલ્પ પણ મનાય, તો સવિકલ્પમાં સામાન્યાદિ આકારો ભાસતા હોવાથી, તેના આધારે વસ્તુમાં પણ સામાન્યાદિ આકારો વ્યવસ્થાપિત થાય, જે બૌદ્ધને ઈષ્ટ નથી.)
બૌદ્ધમત પ્રમાણે પ્રથમક્ષણે વસ્તુ, બીજી ક્ષણે નિર્વિકલ્પ અનુભવ અને ત્રીજી ક્ષણે કલ્પનાજ્ઞાન... હવે દરેક વસ્તુઓ ક્ષણિક હોવાથી, કલ્પનાજ્ઞાન વખતે વસ્તુનું અસ્તિત્વ જ રહેતું નથી.
તુ એક ક્ષણે બે જ્ઞાન ન જ હોય, એટલે એ ઉત્પન્ન થનારું જ્ઞાન, કલ્પનાજ્ઞાન વખતે નહીં; પણ તેની પૂર્વની ક્ષણો વખતે થાય એવું માનવું જ રહ્યું. અન્યથા અગ્રિમ હેતુ સંગત થાય નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org