________________
अनेकान्तवादप्रवेशः -or>
એટલે વસ્તુ અનુવૃત્ત-વ્યાવૃત્ત એમ જુદા જુદા સ્વરૂપે અનુભવમાં જણાય છે એવું નથી. ઉત્તરપક્ષ : તમારી આ વાત પણ અયુક્ત છે, કારણ કે તેનો જવાબ અમે આપી જ દીધો છે. ‘વસ્તુનું સ્વદ્રવ્યાદિરૂપેનું સત્ત્વ જ પરદ્રવ્યાદિરૂપેનું અસત્ત્વ છે.’ એ વાતનું નિરાકરણ અમે પૂર્વે જ કરી દીધું છે.
४८
તેના નિરાકરણથી ‘અનુભવનો ઘટોપતંભરૂપ આકાર જ પટાનુપલંભરૂપ છે’ – એ વાતનું પણ નિરાકરણ થઈ જાય છે. (જો ઉપલંભ જ અનુપલંભરૂપ માનો, તો ઉપલંભ જ ન રહે.)
એટલે અનુભવના ‘ઘટોપલંભ’ ‘પટાનુપલંભ' એવા આકારો પણ જુદા જુદા જ માનવા રહ્યા અને તો તે અનુભવના આધારે અનુવૃત્ત-વ્યાવૃત્ત ઉભયસ્વરૂપી વસ્તુ પણ સિદ્ધ થઈ જ.
(આ પ્રમાણે બૌદ્ધની સાથે ચર્ચા થઈ, આ પ્રસંગને લઈને ગ્રંથકારશ્રી જણાવે છે કે, એકાંત પર્યાયાસ્તિકનયવાદી-બૌદ્ધમતે તો ‘કલ્પના-વિકલ્પજ્ઞાન’ પણ સંગત થતું નથી. કેમ સંગત થતું નથી, તે માટે ગ્રંથકારશ્રી હવે તર્કબદ્ધ વક્તવ્ય રજૂ કરે છે –)
*
किञ्च-एकान्तपर्यायनयमतानुसारिपक्षे कल्पनाऽयोगात्; तथाहि सा वस्तुनि समुत्पन्ने वा स्याद् ? अनुत्पन्ने वा ? न तावदनुत्पन्ने, तस्यैवासत्त्वात्; उत्पन्नेऽपि च गृहीते वा स्याद् ? अगृहीते वा ? न तावदगृहीते, अतिप्रसङ्गात्; गृहीतेऽपि च तद्ग्राहकज्ञानस्याविकल्पकत्वात्, विकल्पज्ञानस्य चातद्विषयत्वात्, तद्भावकाले च तदसत्त्वात् । तत्रैव ત્વના, કૃતિ શ્વેત્ ? ન, વિલ્પાનુષપત્તે:; તથાહિ-તત્રાળુત્પન્ને વા સ્વામ્ ? અનુત્પન્ને વા ? નાનુત્પન્ને, સત્ત્તાત્; નાવ્યુત્પન્ન, ઉત્પત્ત્વનન્તરાપશિત્વાત્ । મૈં પ્રવેશરશ્મિ
ભાવાર્થ : વળી એકાંત પર્યાયનયના મતાનુસારિપક્ષે કલ્પના ઘટતી નથી. તે આ પ્રમાણે - કલ્પના ઉત્પન્ન વસ્તુ વિશે થાય ? કે અનુત્પન્ન વસ્તુ વિશે ? અનુત્પન્ન વિશે તો ન થાય, કારણ કે તે વસ્તુનું જ અસણું છે. ઉત્પન્નમાં પણ ગૃહીત વસ્તુ વિશે થાય ? કે અગૃહીત વસ્તુ વિશે ? અતિપ્રસંગને કારણે અગૃહીત વિશે તો ન મનાય. ગૃહીતમાં પણ વસ્તુને ગ્રહણ કરનાર જ્ઞાન તો અવિકલ્પરૂપ હોય (કલ્પનારૂપ નહીં.) અને કલ્પનાજ્ઞાન તો તેને વિષય જ નથી કરતું અને કલ્પના વખતે તો તે વસ્તુનું સત્ત્વ જ હોતું નથી. તે જ્ઞાન વિશે જ કલ્પના થાય એવું પણ ન કહેવાય, કારણ કે તેમાં વિકલ્પોની ઉપત્તિ થતી નથી. તે આ પ્રમાણે - ત્યાં પણ ઉત્પન્ન વિશે થાય ? કે અનુત્પન્ન વિશે ? અનુત્પન્ન તો અસત્ હોવાથી તે વિશે ન થઈ શકે અને ઉત્પન્ન તો ઉત્પત્તિ પછી તરત નષ્ટ થતું હોવાથી તે વિશે પણ ન થઈ શકે.
એકાંત પર્યાયનયમતે કલ્પનાની અસંગતિ
વિવેચન : એકાંત પર્યાયનયવાદીઓ વસ્તુને ક્ષણસ્થિતિક માને છે, તેઓના મતે અતીતઅનાગત ક્ષણ અસત્ મનાય છે. તો આ લોકોના મતે ‘કલ્પના-વિકલ્પજ્ઞાન' સંગત થઈ શકે નહીં. તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org