________________
गुर्जरविवेचनसमन्वितः
૪૭
બીજું સ્વરૂપ જ નથી કે જેનો અનુભવ થઈ શકે... ફલતઃ અનુવૃત્ત-વ્યાવૃત્તસ્વરૂપી ઘટનો અનુભવ જ નહીં થાય અને અનુભવ વિના તો તેનું સ્વરૂપ જ ઉપપન્ન ન થાય. એટલે ઘટના અભાવનો પ્રસંગ આવે જ.)
स्यादेतद्-एकस्वभाव एवासावनुभवो घटप्रतिच्छायतयोपजायमानः पटादि प्रतिभासव्यवच्छेदेन ख्याप्यते । न पुनरस्य भावतो वे रूपे । तथा चोक्तम्-‘एकोपलम्भानुभवाद् રૂટું નોપન' રૂતિ યુદ્ધ ‘૩પત્ન” વા' રૂત્તિ વન્દિતાયા: સમુમઃ ' ! एतदप्ययुक्तम्-विहितोत्तरत्वात्, 'तत्स्वरूपसत्त्वमेव पररूपासत्त्वम्' इति निर्लोठितम् ।।
पूर्वमुद्रिते ‘घटादि' इत्यशुद्धपाठः, अत्र B-प्रतपाठः । *પૂર્વમુદ્રિતે ‘પમે' ત્યશુદ્ધપાઠ, ગx D-C-પ્રતિપd: + પૂર્વમુદ્રિતે ‘સમુર્મવત્તિ' ડ્રાશુદ્ધપા., મત્ર B.C.D-uતપાd:
–- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ એક સ્વભાવી જ અનુભવ ઘટપ્રતિબિંબરૂપે ઉત્પન્ન થયેલો પટાદિ પ્રતિભાસના વ્યવચ્છેદરૂપે કહેવાય છે, પણ પરમાર્થથી તેના બે રૂપ નથી અને તેવું કહ્યું છે કે – “એક ઉપલંભવાળા અનુભવથી (૧) મને આ દેખાય છે, અથવા (૨) આ નથી દેખાતું, એમ કલ્પિત બુદ્ધિઓ ઉત્પન્ન થાય છે.”
ઉત્તરપક્ષ આ પણ અયુક્ત છે, કારણ કે તેનો ઉત્તર પૂર્વે જ કહેવાઈ ગયો, “સ્વરૂપસત્ત્વ જ પરરૂપઅસત્ત્વ છે એનું પૂર્વે જ નિરાકરણ થઈ ગયું.
વિવેચનઃ પૂર્વપક્ષ ઘટનો અનુભવ એકરૂપ જ છે, તેમાં તરૂપ-અતરૂપ જુદા જુદા જણાય એવું નથી. પરમાર્થથી તે અનુભવમાં ઘટાકારે જણાતો ઉપલંભ જ પટપ્રતિભાસના વ્યવચ્છેદરૂપે; અર્થાત્ “આ પ્રતિભાસ પટનો નથી' એ રૂપે કહેવાય છે. એટલે અનુભવમાં જણાતો પટ-અનુપલંભ જુદો નથી, પણ ઘટ-ઉપલંભરૂપ જ છે અને તેથી અનુભવમાં “ઘટોપલંભ-પટાનુપલંભ' એવા બે જુદા જુદા આકારો નથી. ફલતઃ અનુભવ એકસ્વભાવી જ સિદ્ધ થાય.*
આ વિશે કહ્યું છે કે –
“ઘટાદિનો સાક્ષાત્કાર કરનાર અનુભવ એકસ્વરૂપી જ છે અને તેનાથી જ “આ પટાદિને હું સાક્ષાત્કાર કરતો નથી” અથવા “આ ઘટાદિને હું સાક્ષાત્કાર કરું છું' એવી વિકલ્પાત્મક બુદ્ધિ ઉત્પન્ન થાય છે.”
સાર એ કે, અનુભવ તો ઘટોપલંભરૂપ જ છે, જુદા એવા પટાનુપલંભરૂપ નહીં... અને આવા અનુભવથી જુદા જુદા ઘટ-ઉપલંભક અને પટ-અનુપલંભક વિકલ્પો થાય છે.
* બૌદ્ધ-પૂર્વપક્ષી, અનુભવને એકસ્વભાવી એટલા માટે સિદ્ધ કરે છે કે જેથી તે અનુભવના આધારે વ્યવસ્થા પામનારી વસ્તુ પણ એકસ્વભાવી સિદ્ધ થાય, એવો બૌદ્ધનો ગૂઢ આશય જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org