________________
४६
अनेकान्तवादप्रवेशः
स्यादेतद्-उत्प्रेक्षितेयं धर्मधर्मिकल्पना, न तत्त्वतः; इति ।
एतदप्ययुक्तम्, दृष्टविरोधात् । न च दृष्टेऽनुपपन्नं नाम, अनुवृत्तव्यावृत्तस्वभावं च वस्त्वध्यक्षतोऽवसीयते । न चाऽऽविद्वदङ्गनादिप्रतीतानुभवापलापः शक्यते कर्तुम् । अनुभवश्च पुरोऽवस्थिते घटादौ तदतद्रूप एवोपजायते; अन्यथा तदभावप्रसङ्गात् ।।
–- પ્રવેશરશ્મિ – ભાવાર્થ કદાચ કોઈ આવો પ્રશ્ન કરે કે - ધર્મ-ધર્મીની કલ્પના સમુભેક્ષિત-કલ્પિત છે, પરમાર્થથી નથી - તો એ પણ યુક્ત નથી, કારણ કે તેમાં દષ્ટનો વિરોધ છે અને દષ્ટમાં કોઈ અસંગતિ ન હોય અને અનુવૃત્ત- વ્યાવૃત્તસ્વભાવવાળી વસ્તુ તો પ્રત્યક્ષથી દેખાય છે અને આવિદ્વ-અંગના બધાને પ્રતીત અનુભવનો અપલાપ ન કરી શકાય. અને સામે રહેલ ઘટાદિ વિશે અનુભવ તો તરૂપ અને અતરૂપ જ થાય છે, અન્યથા વસ્તુના અભાવનો પ્રસંગ આવે.
& ધર્મ-ધર્મભાવની ઉભેક્ષિતતાનો નિરાસ છે વિવેચન : પૂર્વપક્ષઃ ઘટાદિ ધર્મી અને સત્ત્વાદિ ધર્મો - એવી જે ધર્મ-ધર્મભાવની કલ્પના કરાય છે, તે માત્ર ઉન્મેલારૂપ છે, પરમાર્થથી ધર્મ-ધર્માભાવ હોતો જ નથી; કેમ કે તમામ વસ્તુઓ નિરંશ એકસ્વભાવી હોય છે, એટલે ધર્મીમાં જુદા જુદા અનેક ધર્મોનો અનુવેધ થઈ શકે નહીં.
વળી ઘટાદિમાં, પૂર્વાપર ક્ષણોમાં મૃન્મયત્વેન અનુગત હોવાથી અનુગતત્વ ધર્મ અને પટાદિથી વ્યાવૃત્ત હોવાથી વ્યાવૃત્તત્વ ધર્મ હોય છે, એવું તમે માનો છો. પણ ઘટ તો ક્ષણિક હોવાથી તેનો પૂર્વાપર-અનુગતભાવ હોતો જ નથી અને બીજાથી વ્યાવૃત્તિ તો અપહરૂપ (=પટાપોહાદિરૂપ-તુચ્છ અભાવરૂપ) હોઈ એ વ્યાવૃત્તભાવ પણ હોતો જ નથી.
એટલે ફલિત થાય કે ઘટમાં અનુગતત્વ-વ્યાવૃત્તત્વની કલ્પના; એમ જ ધર્મ-ધર્મીની કલ્પના માત્ર ઉન્મેલા રૂપ છે, પરમાર્થથી નહીં.
ઉત્તરપક્ષઃ તમારી આ વાત પણ અયુક્ત છે, કારણ કે તેમાં અનુભવનો વિરોધ થાય છે અને અનુભવમાં અસંગતિનું ઉદ્દભાવન કરી શકાય નહીં.
જુઓ; મૃન્મયત્વેન પૂર્વાપર ક્ષણોમાં અનુગતરૂપે અને પટાદિથી વ્યાવૃત્તરૂપે; એમ અનુગતવ્યાવૃત્તરૂપે જ ઘટાદિ વસ્તુઓ પ્રત્યક્ષથી જણાય છે, એવું વિદ્વાનથી લઈને અંગના સુધીના બધા જીવોને અનુભવસિદ્ધ છે, તો આવા અનુભવસિદ્ધ સ્વરૂપનો અપલાપ કેમ કરી શકાય?
(એટલે ઘટરૂપ ધર્મ અને મૃત્મયત આદિ ધર્મો એમ ધર્મ-ધર્મીની કલ્પના ઉભેક્ષારૂપ નહીં, પણ પરમાર્થથી છે, એવું અનુભવના આધારે વ્યવસ્થાપિત થાય છે.)
અને સામે રહેલ ઘટાદિ વસ્તુઓ વિશે અનુભવ તો તદતરૂપ જ થાય છે, અર્થાત્ અનુવૃત્તવ્યાવૃત્ત આકારરૂપે (ઘટ છે, પટ નથી એ રૂપે) જ થાય છે, જો એવું ન માનો, તો વસ્તુના અભાવનો પ્રસંગ આવે. (કેમ કે વાસ્તવિક સ્વરૂપનો તમે અનુભવ નથી માનતા અને તે સિવાય તેમાં કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org