________________
गुर्जरविवेचनसमन्वितः
તો પ્રતીત છે. તથા (ખ) ધર્મમાં જ ધર્મસ્વરૂપ ગૌણરૂપે છે અને ધર્મમાં પણ ધર્મસ્વરૂપ ગૌણરૂપે છે. તેથી કથંચિત્ અભેદ છે. અને અત્યંતભેદમાં ધર્મ-ધર્મીની કલ્પના ન ઘટે, કારણ કે અતિપ્રસંગ છે.
જ ભેદભેદની આવશ્યક્તા , વિવેચન : પ્રશ્ન : ધર્મ-ધર્મીનો ભેદભેદ એટલે શું?
ઉત્તર : ભેદભેદ એટલે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ (એટલે પાર્થિવવાદિ ધર્મોનો અને ઘટરૂપ ધર્માનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે.) આ બંને આપણે જોઈએ
(૧) કથંચિત્ ભેદઃ પાર્થિવત્વ, સત્ત્વ, દ્રવ્યત્વ વગેરે ધર્મો પરસ્પર ભિન્ન-ભિન્ન છે, એટલે ધર્મો અનેક છે, જ્યારે ધર્મી તો એક છે. એટલે એક ધર્મી, અનેક ધર્મોથી અભિન્ન ન થઈ શકે અને તો ધર્મ-ધર્મીનો કથંચિત્ ભેદ ફલિત થાય.
વળી ધર્મો જુદા જુદા છે; અને એક જ ધર્મીમાં રહ્યા છે, એટલે ધર્મ-ધર્મીનો ભેદ સિદ્ધ થાય. તે આ પ્રમાણે –
જો ધર્મો સર્વથા ધર્મરૂપ જ હોય, તો તેઓનું સ્વતંત્ર ધર્મસ્વરૂપ ન રહેવાથી, ધર્મરૂપે તેઓનો ભેદ જ નહીં રહે. (દા.ત. પાર્થિવત્વ ઘટથી અભિન્ન હોય તો તે ઘટ જ બની જાય અને તો ઘટમાં પાર્થિવત્વ એવું નહીં બોલાય, પણ ઘટમાં ઘટ એવું બોલાશે ! જે પ્રતીતિસિદ્ધ નથી.)
(વળી ધર્મો ધર્મરૂપ જ હોય, તો ઘટના મૃત્મયત્વ, રક્તત્વ વગેરે તદ્દન વિલક્ષણ ધર્મો જ નહીં ઘટે, કારણ કે તે બધા જ, એક ધર્મીથી અભિન્ન હોવાથી વિલક્ષણ ન હોઈ શકે.)
એ બધા તર્કોથી સિદ્ધ થાય છે કે, ધર્મ-ધર્મીનો કથંચિત્ ભેદ છે જ.
(૨) કથંચિત્ અભેદ : ધર્મો અને ધર્મી પરસ્પર વ્યાપ્ત* (અનુવિદ્ધ) હોવાથી ધર્મો પણ ગૌણરૂપે ધર્મારૂપ છે. અને ધર્મી પણ ગૌણરૂપે ધર્મરૂપ છે – આમ ગૌણરૂપે બંને પરસ્પર એકબીજારૂપ હોવાથી, તેઓનો કથંચિત્ અભેદ પણ છે જ.
જો ધર્મ-ધર્મી એકાંતે જુદા હોય, એવું માનો, તો પ્રતિનિયત ધર્મ-ધર્મભાવની વ્યવસ્થા જ ઉપપન્ન નહીં થાય, કારણ કે તેવું માનવામાં અતિપ્રસંગ એ આવે કે, મૃન્મયત્વ ધર્મ, જેમ પોતાનાથી અત્યંત ભિન્ન ઘટમાં રહે છે, તેમ પોતાનાથી અત્યંત ભિન્ન પટમાં પણ કેમ ન રહે ? અત્યંત ભિન્નપણું તો બંનેમાં સમાન છે. એટલે માનવું જ રહ્યું કે, એ ધર્મનો ઘટની સાથે કથંચિત્ અભેદ છે.
આમ, ધર્મ-ધર્મીનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ એમ ભેદભેદ જ યથાર્થ અને નિબંધ જણાય છે એટલે તેવું (=ધર્મ-ધર્મીનો ભેદભેદવિકલ્પ) માનવામાં કોઈ દોષ નથી.
* ધર્મો બધા જુદા જુદા છે. પણ એક ધર્મી એ બધામાં વ્યાપ્ત છે, એ રીતે ધર્મોનો પરસ્પર અનુવેધ પણ છે, અર્થાત્ અભેદ પણ છે અને તેથી જ ધર્મ-ધર્મીનો અભેદ પણ નક્કી થાય, કારણ કે એક ધર્મિવેન જ તેમનો અભેદ છે. આમ ધર્મ-ધર્મી પરસ્પર વ્યાપ્ત (અનુવિદ્ધ) થાય.
-
-
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org