________________
अनेकान्तवादप्रवेशः
અનનુવિદ્ધ છે એવો જૈનમત નથી, કારણ કે અભેદ-અનનુવિદ્ધ કેવળ ભેદ કે ભેદ-અનનુવિદ્ધ કેવળ અભેદ સિદ્ધ નથી. એટલે જે આકારે ભેદ, તે આકારે ભેદ જ એ કથન અર્થશૂન્ય જ થાય.
વિવેચનઃ પૂર્વપક્ષઃ તમે ત્રીજો વિકલ્પ; ધર્મ-ધર્મીનો ભેદભેદરૂપ વિકલ્પ માનો છો, પરંતુ એ વિકલ્પમાં પણ પૂર્વે અમે દોષો કહ્યા જ હતાં કે – “જે આકારે ભેદ હોય, તે આકારે તો ભેદ જ હોવાનો, અભેદ શી રીતે ? અને જે આકારે અભેદ હોય, તે આકારે તો અભેદ જ હોવાનો, ભેદ શી રીતે ?...”
ઉત્તરપક્ષ તમે કહ્યું હતું એ વાત એકદમ સાચી, પણ તમે બધું તર્ક-અસંબદ્ધ કહ્યું હતું, કારણ કે ભેદાભેદરૂપ ત્રીજા વિકલ્પનો વાસ્તવિક અર્થ શું? એ જ તમને હજી ખ્યાલ નથી. પહેલા એનો અર્થ સમજો
અમે ભેદભેદ એ એક સ્વતંત્ર જાતિ માનીએ છીએ, જેમાં અન્યોન્યથી અનનુવિદ્ધ કેવળ ભેદ અને કેવળ અભેદ નથી હોતા, પણ અન્યોન્યવ્યાપ્ત એવો ભેદભેદ એક જ હોય છે.
તેનું કારણ એ કે, અભેદથી રહિત કેવળ ભેદ સિદ્ધ નથી. (લાલ રંગ અને ઘડો બંને એકાંતે જુદા કદી દેખાતા ન હોવાથી તેઓનો એકાંતભેદ ન મનાય) અને ભેદથી રહિત કેવળ અભેદ પણ સિદ્ધ નથી. (લાલ રંગ અને ઘડો સર્વથા અભિન્ન ન મનાય, નહીંતર તો તેમનું જુદું જુદું જ્ઞાન અને જુદા જુદા શબ્દપ્રયોગો ન જ થઈ શકે.)
એટલે ‘ભેદ-અભેદ બંને પરસ્પર અનનુવિદ્ધ છે' એવો જૈનમત નથી જ અને તો “જે આકારે ભેદ, તે આકારે ભેદ જ ઇત્યાદિ કથન અર્થશૂન્ય જ થવાનું. (કારણ કે એકાંત ભેદ-અભેદ અમે માનતા જ નથી કે જેને લઈને તમારી તે યુક્તિઓ યથાર્થ ફલિત થાય.)
એટલે ઘટાદિ ધર્મ અને સત્ત્વાદિ ધર્મો વચ્ચે ભેદભેદ છે અને એ ભેદભેદરૂપ વિકલ્પમાં પૂર્વોક્ત એક પણ દોષોનો અવકાશ નથી, એવું ફલિત થયું.
____ अथ 'धर्मधर्मिणोर्भेदाभेदः' इति कोऽर्थः ? कथञ्चिद्भेदः कथञ्चिदभेदः, इति । तत्र धर्माणां मिथो भेदात् प्रतिनियतधाश्रितत्वाच्च कथञ्चिभेदः । तथाहि-न धर्माणां धर्मिणा सर्वथैकत्वे धर्मतयापि भेदो युज्यते, इति प्रतीतमेतत् । तथा धर्माणामेवाभ्यन्तरीकृतधर्मिस्वरूपत्वाद्धर्मिणोऽपि चाभ्यन्तरीकृतधर्मस्वरूपत्वाच्च कथञ्चिदभेदः, इति । न चात्यन्तभेदे धर्मधर्मिकल्पना युज्यते, अतिप्रसङ्गात् ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પ્રશ્ન : ધર્મ-ધર્મના ભેદભેદનો અર્થ શું? ઉત્તર કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ.. ત્યાં (ક) ધર્મોનો પરસ્પર ભેદ હોવાથી અને તેઓ પ્રતિનિયત ધર્મીને આશ્રિત હોવાથી કથંચિત્ ભેદ છે. તે આમ - ધર્મો, ધર્મીની સાથે સર્વથા એક-અભિન હોય, તો ધર્મરૂપે પણ તેઓનો ભેદ ન ઘટે પણ એ ભેદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org