________________
गुर्जरविवेचनसमन्वितः
૪૩
अत्रापि सर्वथा भेदपक्षोदितोऽभेदपक्षोदितश्च दोषोऽनभ्युपगमतिरस्कृतत्वादेव न नः क्षतिमावहति । भेदाभेदपक्षस्त्वभ्युपगम्यत एव ।।
– પ્રવેશરશ્મિ - ભાવાર્થ: પૂર્વે જે પણ તમે કહ્યું હતું કે – “વસ્તુને સદસરૂપ માનનારા વડે “સત્ત્વ અને અસત્ત્વ' વસ્તુના ધર્મ તરીકે મનાવેલા થાય” - એ તો અમને ઈષ્ટ જ છે, કારણ કે સત્તાસત્ત્વને વસ્તુના ધર્મ તરીકે અમે માનીએ જ છે.)
તે પછી તમે જે કહ્યું હતું કે – “તો પછી અહીં પણ તમારે કહેવું જોઈએ કે, શું ધર્મ-ધર્મીનો ભેદ છે, અભેદ છે કે ભેદભેદ? ઇત્યાદિ” એ વિશે પણ, ભેદ અને અભેદ પક્ષમાં કહેલ દોષ તો અનન્યુપગમથી તિરસ્કૃત હોવાથી જ અમને ક્ષતિવાહક નથી (અર્થાત્ એકાંત ભેદ/અભેદ અમે માનતા જ નથી અને એટલે તેના પક્ષમાં આવતા દોષો અમને લાગે નહીં.)
અને ભેદભેદપક્ષ તો અમે માનીએ જ છીએ. (અર્થાતુ ધર્મ-ધર્મીનો ભેદભેદ તો અમને અભિમત જ છે.)
# પૂર્વપક્ષપ્રલપિત દોષપરિહાર છે વિવેચન : એકાંતવાદીએ મૂળપૂર્વપક્ષમાં, ધર્મ-ધર્મીના ખંડન માટે ભેદ, અભેદ અને ભેદભેદના વિકલ્પો પાડ્યા હતા, તેની અહીં વાત ચાલે છે.
પહેલા બે પક્ષો તો સ્વીકાર્યા જ ન હોવાથી તેમાં આવતા દોષો સાદ્વાદીને ન લાગે અને છેલ્લો પક્ષ તો સ્યાદ્વાદીને ઇષ્ટ જ છે.
(તા: ૫ : ભાવાર્થાનુસારેગ સુમિત્વત્ ર વિવૃતાઃ I) હવે છેલ્લા પક્ષમાં કોઈ દોષ નથી, એવું જણાવવા ગ્રંથકારશ્રી તર્કબદ્ધ વાતો રજૂ કરે છે –
आह-नन्वत्रापि 'येनाकारेण भेदस्तेन भेद एव,' इत्यादि दूषणमुक्तम्।
उक्तमिदम्, अयुक्तं तूक्तम्, अधिकृतविकल्पस्यार्थापरिज्ञानात्, अन्योन्यव्याप्तिभावेन भेदाभेदपक्षस्य जात्यन्तरात्मकत्वात् केवलभेदाभेदानुपपत्तेः । न हि 'अन्योन्याननुविद्धावेतौ' इति जैनमतम्, अभेदाननुविद्धस्य केवलभेदस्यासिद्धेः, भेदाननुविद्धस्य चाभेदस्यासिद्धेः । अतः- येनाकारेण भेदस्तेन भेद एव' इत्यर्थशून्यमेव ।।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ અહીં પણ “જે આકારે ભેદ, તે આકારે ભેદ જ' – ઇત્યાદિ દૂષણ કહ્યું જ છે. ઉત્તરપક્ષ ઃ કહ્યું પણ અયુક્ત કહ્યું, કારણ કે અધિકૃત વિકલ્પના અર્થનું તમને જ્ઞાન નથી, પરસ્પર વ્યાપ્તિભાવ હોવાથી ભેદભેદપક્ષ જાત્યંતરરૂપ હોઈ કેવળ ભેદ-અભેદ અનુપપન્ન છે. બંને પરસ્પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org