________________
अनेकान्तवादप्रवेशः ->
છે. (તે માટે તેમાં ૫૨૫દાર્થોથી વ્યાવૃત્તિરૂપ સ્વતંત્ર અસત્ત્વ માનવાની જરૂર નથી) કારણ કે પદાર્થો, સ્વભાવમાં જ રહેલા છે અને તે સ્વભાવ જ અન્ય પદાર્થોથી અસાધારણ છે.
४२
એટલે, જે જે પદાર્થોથી ઘટાદિની વ્યાવૃત્તિ થાય છે, તે તે વ્યાવૃત્તિના કારણરૂપ, વિશેષ ધર્મોનું અવગાહન કરનારી જાતિઓની કલ્પના, અતત્ત્વજ્ઞાનીઓ કરે છે, પણ વાસ્તવમાં તેવા વિશેષો હોતા નથી.
દા.ત., રક્ત ઘટ, પીતઘટ કે પટર્થી જુદો પડે છે, તેમાં તેનો પોતાનો સ્વભાવ જ કારણ છે; પણ અતત્ત્વજ્ઞાનીઓ વડે, તેને પીતઘટાદિથી કે પટાદિથી જુદો પાડવાના હેતુભૂત, રક્તત્વ-ઘટત્વાદિ જાતિઓની કલ્પના કરાય છે... અને પછી તેવો વ્યવહાર કરાય છે કે રક્ત એટલે પીતાદિ નહીં અને ઘટ એટલે પટાદિ નહીં.
પણ હકીકતમાં તો પર-અસત્ત્વ પણ સ્વભાવસત્ત્વરૂપ જ છે, તેનાથી જુદું નહીં અને તો વસ્તુની માત્ર સપતા જ ફલિત થાય, સદસદ્ ઉભયરૂપતા નહીં.
સમાધાન ઃ તમારી આ આશંકા પણ અયુક્ત છે, કારણ એનો ઉત્તર અમે પૂર્વે જ આપી દીધો હતો કે – વસ્તુનું સ્વરૂપસત્ત્વ જ ૫૨રૂપ - અસત્ત્વ ન બની શકે... બને તો સ્વરૂપે પણ અસત્ત્વ આવી જાય વગેરે...
=
(વળી ઉપરોક્ત કથનથી તો વસ્તુની સદસદ્પતા જ સિદ્ધ થાય છે, કારણ કે અન્યથી વ્યાવૃત્તિ ત્યારે જ ઘટે કે જ્યારે વસ્તુમાં ૫૨રૂપે અસત્ત્વ સ્વીકારાય... જો વસ્તુમાં સ્વ-અસત્ત્વની જેમ ૫૨અસત્ત્વ પણ ન હોય, તો ૫૨-અસત્ત્વની કલ્પના પણ ન થઈ શકે.
અર્થાત્ જેમ રક્ત ઘટને પોતાનાથી વ્યાવૃત્ત માનવા માટે કોઈ જાતિની કલ્પના કરતું નથી, કારણ કે તેની પોતાનાથી વ્યાવૃત્તિ નથી. તેમ જો બીજાથી વ્યાવૃત્તિ ન હોય, તો તેના માટે પણ કોઈ કલ્પના કરે જ નહીં... પણ કલ્પના કરે છે, એ પરથી સિદ્ધ થાય કે વસ્તુની પરવ્યાવૃત્તિ છે અને તે અસત્ત્વ વિના થઈ શકે નહીં. એટલે વસ્તુમાં અસત્ત્વ નામનો ધર્મ પણ માનવો જ રહ્યો.)
એટલે પક્ષપાતને છોડીને વિદ્વાનોએ વસ્તુને સદસદ્પ જ માનવી જોઈએ, કારણ કે તે જ યુક્તિસંગત છે. કહ્યું છે કે –
“જે કારણથી એક વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ બંને ધર્મો પરસ્પર વિરોધી નથી, તે કારણથી એક વસ્તુ સદસદ્ ઉભયરૂપ હોવી કેમ યોગ્ય નથી ?’’
*
यदप्युक्तम्-‘सदसद्रूपं वस्त्वभ्युपगच्छता सत्त्वमसत्त्वं च वस्तुधर्मतयाभ्युपगतं भवति'; एतदिष्यत एव ।।
यत्पुनरिदमुक्तम्- 'ततश्चात्रापि वक्तव्यम्; धर्मधर्मिणोः किं तावद्भेदः' इत्यादि ।
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org