________________
३६
अनेकान्तवादप्रवेशः
કારણે જ તે જળાદિત્યન અસત્ છે. આ રીતે જ અમે સત્ત્વને અસત્ત્વરૂપ માની લઈએ છે. એટલે ઉભયરૂપતા નથી.
(ઉત્તરપક્ષ:) પણ અમારું કહેવું છે કે, ત્યાં વસ્તુ જે સ્વભાવથી પાર્થિવવેન સત્ છે, તે જ સ્વભાવથી જળાદિત્યન અસત્ ન હોઈ શકે, કારણ કે એક જ વસ્તુમાં, એક જ નિમિત્તથી સત્ત્વઅસત્ત્વ એવા બે પરસ્પર વિરુદ્ધ ધર્મો આવી શકે નહીં. (આશય એ કે, એક વસ્તુમાં જુદા જુદા નિમિત્તને લઈને સત્ત્વ અસત્ત્વ આવી શકે. જેમ કે ઘટમાં પાર્થિવ7/ઘટ... પણ એક જ સ્વભાવરૂપ નિમિત્તથી બંને ન આવી શકે.)
એટલે વસ્તુને એકસ્વભાવી માનવામાં સદસરૂપતાનો વ્યવહાર સંગત ન થાય. તેથી વસ્તુને સદસદ્ ઉભયરૂપ જ માનવી રહી.
स्यादेतद्-तत्राबादिद्रव्यासत्त्वस्य परिकल्पितत्वाद्यथोक्तदोषाभावः; इति । सोऽयं गडुप्रवेशेऽक्षितारिकाविनिर्गमन्यायः; तथाहि-तत्राबादिद्रव्यासत्त्वस्य परिकल्पितत्वात् असत्त्वात् तद्रूपेणाप्यस्तित्वप्रसङ्गः; अनिष्टं चैतद्, इति ।।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ : ત્યાં, અબાદિદ્રવ્યરૂપનું અસત્પણું કલ્પિત હોવાથી ઉપરોક્ત દોષ નથી. ઉત્તરપક્ષ આ તો ગૂમડાના પ્રવેશમાં આંખની કીકી નીકળવાનો ન્યાય લાગ્યો. તે આમ- ત્યાં અબાદિદ્રવ્યરૂપેનું અસત્ત્વ કલ્પિત હોવાથી છે જ નહીં અને તો અબાધિરૂપે પણ અસ્તિત્વ માનવાનો પ્રસંગ આવે ! અને એ તો અનિષ્ટ છે.
# અસત્ત્વની કલ્પિતતાનું નિરાકરણ છે વિવેચનઃ પૂર્વપક્ષ: વસ્તુનું પાર્થિવદ્રવ્યરૂપનું સત્ત્વ જ પારમાર્થિક છે, બાકી જળાદિદ્રવ્યરૂપનું અસત્ત્વ તો કલ્પિત હોઈ અવાસ્તવિક છે. એટલે પરમાર્થથી વસ્તુ સરૂપ જ ફલિત થઈ, સદસદ્ ઉભયરૂપ નહીં.
ઉત્તરપક્ષ તમારી આવી ચેષ્ટા તો મોટા દોષને ઉત્પન્ન કરનાર બને છે. જેમ કોઈ વ્યક્તિને આંખ પાસે ગૂમડું થયું, ત્યારબાદ કોઈક વૈદ્ય ઔષધ પ્રયોગથી એવો ઉપચાર કર્યો કે ગૂમડું ત્યાંથી નીકળીને આંખની અંદર પેસી ગયું અને તેનાથી આંખની કીકી બહાર નીકળી ગઈ. આમ તે, દૂર કરવા ગયો નાના દોષને અને પામી ગયો મોટા દોષને !
બસ, તમે પણ તેની જેમ નાના દોષને દૂર કરવા ગયા, પણ ઉલટાના અધિકતર દોષો પામી બેઠા. જુઓ –
જો જળાદિરૂપનું અસત્ત્વ કલ્પિત હોય, તો એનો મતલબ એ થયો કે વાસ્તવમાં છે જ નહીં, અર્થાત્ તે જળાદિઅસત્ત્વ અસત્ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org