________________
गुर्जरविवेचनसमन्वितः
- પ્રવેશરશ્મિ - ભાવાર્થ : અહો ! દુરંત મોહ ! પોતાની વાણીથી કહેતા પણ અનેકાંતને સ્વીકારતા નથી. તે આ પ્રમાણે – વિશિષ્ટ પાર્થિવદ્રવ્યસત્ત્વ જ અબાદિઅસત્ત્વ છે, એવું કહે છે અને સદસરૂપ વસ્તુ માનતો નથી, એ તો અપૂર્વ ભ્રમ છે... સ્વસત્તાની અપેક્ષાએ ભાવ અને પરસત્તાની અપેક્ષાએ અભાવ - એમ ઉભયરૂપતાને છોડીને વસ્તુની વિશિષ્ટતા જ સંભવતી નથી.
ક તો અનેકાંતવાદનું જ શરણ વિવેચન : અહો ! પોતાની વાણીથી અનેકાંતનું પ્રતિપાદન કરવા છતાં પણ અનેકાંતવાદને સ્વીકારતા નથી, કેવો પ્રબળ મોહ !!
તમે પાર્થિવદ્રવ્યરૂપના વિશિષ્ટ સત્ત્વને જ જળાદિરૂપના અસત્ત્વરૂપ કહો છો અને છતાં જે વસ્તુમાં તે બંને (સત્ત્વ-અસત્ત્વ) રહ્યા છે, તે વસ્તુને ઉભયરૂપ માનતા નથી. કેવો અપૂર્વ ભ્રમ છે? (ઉભયના જ્ઞાનના નિમિત્તભૂત ઉભય હોવા છતાં ઉભયનું જ્ઞાન નથી થતું તે વિભ્રમ કહેવાય... તવંતિ તારંગાને એ અજ્ઞાનરૂપ વિભ્રમનું લક્ષણ છે.)
પ્રશ્ન : પણ અમે વસ્તુમાં ઉભય ક્યાં માન્યું છે?
ઉત્તર : તમે વસ્તુમાં વિશિષ્ટસત્ત્વને જ અસત્ત્વરૂપ કહ્યું, હવે તે વિશિષ્ટતા; વસ્તુમાં પરદ્રવ્યાદિથી અસત્ત્વરૂપ વિશેષણ માન્યા વિના આવી ન શકે...
એટલે વિશેષણ માનવા, સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ભાવ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અભાવએમ ભાવાભાવ (સદસરૂપ) માનવા જ રહ્યા અને તો વસ્તુ ઉભયરૂપ જ સિદ્ધ થઈ. એટલે વિશિષ્ટસત્ત્વને અસત્ત્વ કહેવામાં, ફલતઃ અનેકાંતવાદ જ શરણ બન્યો.
न च तद्येनैव स्वभावेन पार्थिवद्रव्यत्वेन सद्वर्तते, तेनैवाबादिद्रव्यत्वेनासत्, अभिन्ननिमित्तत्वे सति एकत्र सदसत्त्वयोर्विरोधात्; तथाहि-तेनैव स्वभावेन सच्चासच्च, इति विरुद्धमेतत् ।।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : તે જે સ્વભાવે પાર્થિવદ્રવ્યરૂપે સત્ છે. તે જ સ્વભાવે જળાદિરૂપે અસતું નથી, કારણ કે એક નિમિત્તને લઈને એકત્ર સદસક્ષણાનો વિરોધ છે. તે આ પ્રમાણે - તે એક જ સ્વભાવે વસ્તુ સતુ-અસત્ શી રીતે? આ તો વિરુદ્ધ છે.
# વસ્તુને એકસ્વભાવી ન મનાય ? વિવેચનઃ (પૂર્વપક્ષ ) અમે, પાર્થિવસત્ત્વ અને જલાસત્ત્વને જુદા જુદા નથી માનતા, કે જેથી ઉભયરૂપતા માનવી પડે, પણ વસ્તુમાં રહેલા જે સ્વભાવને કારણે તે પાર્થિવવેન સત્ છે, તે સ્વભાવને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org