________________
३४
अनेकान्तवादप्रवेशः
विकल्पोपन्यासेनावस्तुत्वापत्त्याऽऽत्मनो न्यायाभिज्ञता ख्याप्यते; अपि तु पार्थिवद्रव्यसत्त्वमेव विशिष्टमेकस्वभावमबाद्यसत्त्वमुच्यते । ततश्च यथोक्तदोषाभावाद् व्यर्थो विकल्पोपन्यासपरिश्रमः, एवं शेषेष्वपि भावनीयम्; इति ।।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ: હવે કહેવાય છે - અમે કાંઈ અબાદિઅસત્ત્વ નિરુપાખ્ય-તુચ્છ નથી માનતા, કે જેને લઈને અવ્યતિરિક્ત - વિકલ્પના ઉપન્યાસ દ્વારા ઘટને અવસ્તુરૂપ માનવાની આપત્તિ બતાવીને પોતાની ન્યાયકુશળતા તમે બતાવી શકો... પણ અમે તો વિશિષ્ટ-એકસ્વભાવવાળું પાર્થિવદ્રવ્યસત્ત્વ જ અબાદિઅસત્ત્વ કહીએ છીએ અને એટલે યથોક્ત દોષ ન હોવાથી વિકલ્પ-ઉપન્યાસનો પરિશ્રમ વ્યર્થ છે. એ પ્રમાણે ક્ષેત્ર વગેરેમાં પણ સમજવું.
# વિશિષ્ટસત્ત્વને જ અસત્ત્વ માનીએ તો... વિવેચનઃ (એકાંતવાદી) “ઘટાદિ વસ્તુમાં રહેલ પાર્થિવસત્ત્વ એ જ જળાદિઅસત્ત્વરૂપ હોય તો ઘટ જળાદિરૂપે પણ સત્ થઈ જશે કે પાર્થિવાદિરૂપે પણ અસત્ થઈ જશે અને તેનું નિયત સ્વરૂપ ન રહેવાથી તે અવસ્તુ જ બની જશે.” એવું કહીને તમે તમારી ન્યાયકુશળતા બતાવી, પણ અમે ઘટાદિમાં રહેલ જળાદિઅસત્ત્વને કંઈ તુચ્છ-અભાવરૂપ નથી માનતાં કે તે વાત સાચી પડે.
પ્રશ્ન : તો તમે તે જળાદિઅસત્ત્વને કેવા રૂપે માનો છો ?
ઉત્તર અમે તો ત્રણ લોકના બીજા પદાર્થોથી ભિન્નરૂપે રહેલું, માત્ર સરૂપ એકસ્વભાવવાળું એવું પાર્થિવરૂપનું જે સારું છે, તે જ જળાદિના અસત્પણારૂપ છે, એવું માનીએ છીએ, અર્થાત્ પાર્થિવસત્ત્વથી ભિન્ન જલાસત્ત્વ નથી, પણ વિશિષ્ટ પાર્થિવસત્ત્વનો જ જલાસસ્વરૂપે વ્યપદેશ કરાય છે.
તે જ રીતે ઘડાનું (૨) મથુરારૂપનું સત્ત્વ જ ઈતરવ્યાવૃત્તિથી પાટલિપુત્રરૂપનું અસત્ત્વ છે, (૩) ઘટકાળરૂપનું સત્ત્વ જ ઇતરવ્યાવૃત્તિથી મૃપિંડકાળરૂપનું અસત્ત્વ છે, (૪) કૃષ્ણરૂપનું સત્ત્વ જ ઇતરવ્યાવૃત્તિથી રક્તરૂપેનું અસત્ત્વ છે.
આમ અસત્ત્વને નિઃસ્વભાવી માન્યું જ ન હોવાથી પૂર્વોક્ત એક પણ દોષો ન આવે. એટલે અમારા ખંડન માટે તમે કરેલા વિકલ્પ – ઉપન્યાસનો પરિશ્રમ વ્યર્થ જ ફલિત થયો.
હવે ગ્રંથકારશ્રી આ વિશે પોતાનું મંતવ્ય બતાવે છે –
अहो । दुरन्तो मोहः, स्ववाचाऽपि प्रतिपादयत्रनेकान्तं न प्रतिपद्यते । तथाहि'पार्थिवद्रव्यसत्त्वमेव विशिष्टमबाद्यसत्त्वम्', इति वक्ति, न च सदसद्रूपं वस्तु प्रतिपद्यते; इत्यपूर्वो विभ्रमः । न हि स्वपरसत्ताभावाभावोभयरूपतां विहाय वस्तुनो विशिष्टतैव સંભવતિ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org