________________
गुर्जरविवेचनसमन्वितः
मृत्पिण्डकपालकालासत्त्वम्, ततश्च तद्यथा घटकाले सत् एवं मृत्पिण्डकपालकाले प स्यात्, तत्सत्त्वाव्यतिरिक्तत्वात्तदसत्त्वस्य; यथा वा मृत्पिण्डकपालकालेऽसत् तथा घटका स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्वात्तत्सत्त्वस्य । एवं यदि 'श्यामत्वसत्त्वमेव रक्तत्वाद्यसत्त्वम्', ततश्च तद्यथा श्यामत्वेन सत् एवं रक्तत्वादिनापि स्यात्, तत्सत्त्वाव्यतिरिक्तत्वादितरासत्त्वस्य; यथा वा रक्तत्वादिनाऽसत् एवं श्यामत्वेनापि स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्वात्तत्सत्त्वस्य । ततश्च तदितररूपापत्त्यादिनाऽवस्तुत्वप्रसङ्गः, इति ।।
- પ્રવેશરશ્મિ -
ભાવાર્થ : (૨) ક્ષેત્ર : એ પ્રમાણે જો ઇહક્ષેત્રરૂપેનું સત્પણું જ પાટલિપુત્રરૂપેનું અસપણું મનાય, (તો તે સત્ત્વ-અસત્ત્વ બે એક થઈ જતાં), (ક) ઘડો જેમ અહીં સત્ છે, તેમ પાટલિપુત્ર વગેરેમાં પણ સત્ થાય, કારણ કે પાટલિપુત્રરૂપેનું અસત્ત્વ ઇહત્યસત્ત્વથી અભિન્ન છે, અથવા તો (ખ) ઘડો જેમ પાટલિપુત્રમાં નથી, તેમ અહીં પણ નહીં રહે; કેમ કે ઇહક્ષેત્રરૂપેનું સત્ત્વ, પાટલિપુત્રરૂપેના અસત્ત્વથી અભિન્ન છે.
३३
(૩) કાળ : એ પ્રમાણે જો ઘટકાળરૂપેનું સત્પણું જ મૃપિંડ - કપાલકાળરૂપેનું અસણું હોય, તો તો (ઘટકાળસત્ત્વ અને કપાલકાલઅસત્ત્વ બંને એક થઈ જતાં), (ક) ઘડો જેમ ઘટકાળે સત્ છે, તેમ નૃષિંડ-કપાલકાળે પણ સત્ થાય; કેમ કે મૃતપિંડાદિકાળનું અસત્ત્વ ઘટકાલીન સત્ત્વથી અભિન્ન છે, અથવા તો (ખ) ઘડો જેમ મૃત્રપિંડ-કપાલકાળે અસત્ છે, તેમ ઘટકાળે પણ અસત્ થઈ જાય; કેમ કે ઘટકાલીન સત્ત્વ મૃતપિંડાદિકાલીન અસત્ત્વથી અભિન્ન છે.
(૪) ભાવ : એ પ્રમાણે જો શ્યામરૂપેનું સત્પણું જ રક્તરૂપેનું અસપણું હોય, તો (શ્યામસત્ત્વ અને રક્તઅસત્ત્વ બંને એક થઈ જતાં), (ક) ઘડો જેમ શ્યામરૂપે સત્ છે, તેમ લાલરંગરૂપે પણ સત્ થાય; કેમ કે લાલવર્ણનું અસત્ત્વ શ્યામવર્ણના સત્ત્વથી અભિન્ન છે, અથવા તો (ખ) જેમ ઘડો લાલવર્ણરૂપે અસત્ છે, તેમ શ્યામવર્ણરૂપે પણ અસત્ થાય; કેમ કે શ્યામવર્ણનું સત્ત્વ લાલવર્ણના અસત્ત્વથી અભિન્ન છે.
અને એટલે વસ્તુ પરક્ષેત્રાદિરૂપ બની જાય અથવા સ્વક્ષેત્રાદિરૂપ પણ ન રહે; એથી તો ઘટવસ્તુનો અભાવ થવાનો જ...
વિવેચન : દ્રવ્યની જેમ ક્ષેત્રાદિમાં પણ ભાવના સુગમ હોવાથી, ભાવાર્થને અનુસા૨ે તાત્પર્ય સમજવું. એટલે સાર એ કે, વસ્તુના સત્પણાને જ અસત્પણારૂપ માનો, તો ઘડો જળાદિરૂપ પણ બની જતાં અને પોતાના દ્રવ્યાદિસ્વરૂપથી ચ્યુત થતાં, એ ઘડાનો જ અભાવ થાય...
એટલે વસ્તુની સદસ ્પતા જુદી જુદી જ માનવી જોઈએ અને તો વસ્તુની ઉભયરૂપતા જ ફલિત થાય.
હવે એકાંતવાદી, વસ્તુને એકાંત-એકરૂપ સિદ્ધ કરવા, પોતાના જુદા જુદા પૂર્વપક્ષો રજૂ કરે
Jain Education International
*
अथोच्येत - नहि नः किञ्चिदबाद्यसत्त्वं निरुपाख्यं नामास्ति, यदपेक्षयाऽव्यतिरिक्त
For Personal & Private Use Only
www.jainelibrary.org