________________
अनेकान्तवादप्रवेशः ->
सदेव स्यात्, तत्सत्त्वाव्यतिरिक्तत्वादितरासत्त्वस्य; यथा वा अबादिद्रव्यत्वेनासत् तथा पार्थिवत्वेनापि असदेव स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्वात्तत्सत्त्वस्य ।
--• પ્રવેશરશ્મિ !
ભાવાર્થ : આ વાત પણ અસાર છે, કારણ કે તે એકસ્વભાવી હોવામાં તેને અવસ્તુ માનવાનો પ્રસંગ આવે. તે આ પ્રમાણે - પાર્થિવદ્રવ્યસત્ત્વ જ અબાદિદ્રવ્યરૂપેનું અસત્ત્વ હોય, તો જેમ તે પાર્થિવદ્રવ્યરૂપે સત્ જ છે, તેમ અબાદિદ્રવ્યરૂપે પણ સદ્ જ થાય, કારણ કે અબાદિઅસત્ત્વ પાર્થિવસત્ત્વથી અભિન્ન છે અથવા તો જેમ અબાદિદ્રવ્યરૂપે અસત્ છે, તેમ પાર્થિવદ્રવ્યરૂપે પણ અસત્ થઈ જાય, કારણ કે પાર્થિવસત્ત્વ અબાદિઅસત્ત્વથી અભિન્ન છે.
३२
* માત્ર સરૂપ માનવામાં વસ્તુના અભાવનો પ્રસંગ
વિવેચન : (સ્યાદ્વાદી :) અહીં પૂર્વપક્ષી અસત્ત્વનું સ્વતંત્ર અસ્તિત્વ માનતો જ નથી, તો પછી તો સત્ત્વ-અસત્ત્વ બંને એક જ છે એવું કહી જ ન શકાય, કારણ કે અસત્ત્વશબ્દ કોઈનો વાચક ન હોવાથી, ‘અસત્ત્વ’ એવો શબ્દપ્રયોગ જ નિરર્થક થાય... પણ પૂર્વપક્ષીએ જ તેવો શબ્દપ્રયોગ તો કર્યો છે જ, એટલે, અસત્ત્વનું અસ્તિત્વ જ નથી, એવી તેમની માન્યતાનું પોતે જ ખંડન કરી નાંખ્યું છે. તેથી તે માન્યતાને અવગણીને ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે
-
જો વસ્તુનું સ્વદ્રવ્યાદિરૂપેનું સત્પણું જ પરદ્રવ્યાદિરૂપેનું અસત્પણું મનાય, તો વસ્તુનો અભાવ થઈ જાય. તે આ પ્રમાણે
-
(૧) ઘડાનું પાર્થિવદ્રવ્યરૂપે જે સત્પણું છે, તેને જ જો જલાદિરૂપેનું અસ૫ણું કહો, તો તો પાર્થિવદ્રવ્યસત્ત્વ અને જલાદિદ્રવ્ય-અસત્ત્વ બંને એક થઈ જાય અને એટલે તો (ક) અસત્ત્વ પણ સત્ત્વરૂપ બને, અને (ખ) સત્ત્વ પણ અસત્ત્વરૂપ બને.
તેથી તો,
(ક) ઘડો જેમ પાર્થિવદ્રવ્યરૂપે સત્ છે, તેમ જલાદિદ્રવ્યરૂપે પણ સત્ થાય; કેમ કે જલાદિઅસત્ત્વ પાર્થિવસત્ત્વરૂપ જ છે... અને (ખ) ઘડો જેમ જલાદિદ્રવ્યરૂપે અસત્ છે, તેમ પાર્થિવદ્રવ્યરૂપે પણ અસત્ થાય; કેમ કે પાર્થિવસત્ત્વ જલાદિઅસત્ત્વરૂપ જ છે.
અહીં (ક) પ્રમાણે ઘડો જળરૂપ બની જાય અને (ખ) પ્રમાણે ઘડો પાર્થિવરૂપે પણ નિઃસ્વરૂપ બની જાય - એમ બંને પ્રમાણે ઘડાનો અભાવ થાય છે.
આ જ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ સમજવું. તે આ પ્રમાણે -
-
*
एवं यदि 'इहक्षेत्रसत्त्वमेव पाटलिपुत्राद्यसत्त्वम्, ततश्च तद्यथेह सत् तथा पाटलिपुत्रादावपि स्यात्, इहसत्त्वाव्यतिरिक्तत्वात् तत्रासत्त्वस्य; यथा वा पाटलिपुत्रादावसत् तथेहापि स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्वादिहसत्त्वस्य । एवं यदि 'घटकालसत्त्वमेव
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org