________________
गुर्जरविवेचनसमन्वितः
છે
तथा घटकालसत्त्वमेव मृत्पिण्डकपालकालासत्त्वम्, तथा श्यामत्वसत्त्वमेव रक्ताद्यसत्त्वम्, तस्यैकस्वभावत्वाद् निरंशत्वात्, इति ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : અહીં આવું કહો કે – “સ્વદ્રવ્યરૂપે સત્ત્વ જ પરદ્રવ્યરૂપે અસત્ત્વ, સ્વક્ષેત્રરૂપે સત્ત્વ જ પરક્ષેત્રરૂપે અસત્ત્વ, સ્વકાળરૂપે સત્ત્વ જ પરકાળરૂપે અસત્ત્વ, એ પ્રમાણે સ્વભાવરૂપે સત્ત્વ જ પરભાવરૂપે અસત્ત્વ છે. એટલે કે ઘટવસ્તુનું પાર્થિવદ્રવ્યસત્ત્વ જ અબાદિદ્રવ્યનું અસત્ત્વ છે, ઈહક્ષેત્ર સત્ત્વ જ પાટલિપુત્રકાદિનું અસત્ત્વ છે, ઘટકાળસત્ત્વ જ મૃપિંડ-કપાલકાળનું અસત્ત્વ છે, તથા શ્યામ–સત્ત્વ જ રક્તવાદિનું અસત્ત્વ છે. કારણ કે તે વસ્તુ નિરંશ એકસ્વભાવી છે.”
# વસ્તુની માત્ર સઢપતાસાધક બૌદ્ધ વક્તવ્ય , વિવેચનઃ (બૌદ્ધ :) ઘટાદિ દરેક વસ્તુઓ નિરંશ-એકસ્વભાવી છે, એટલે તેમાં જુદા જુદા અનેક સ્વભાવ (સદસદાદિ) ન હોઈ શકે... તે માટે આવું માનવું જોઈએ કે, ઘટાદિ વસ્તુઓનું પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે જે સારું છે, તે જ બીજાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપનું અસત્પણું છે. એટલે વસ્તુની અસરૂપતા કોઈ જુદી નથી, પણ સરૂપતા સ્વરૂપ જ છે.
તેથી, (૧) ઘડાનું પાર્થિવદ્રવ્યરૂપે જે સારું છે, તે જ જળાદિદ્રવ્યરૂપનું અસપણું છે. (૨) ઘડાનું મથુરારૂપે જે સત્પણું છે, તે જ પાટલિપુત્ર-આદિરૂપનું અસપણું છે. (૩) ઘડાનું ઘટકાલરૂપે જે સત્પણું છે, તે જ મૃપિંડાદિકાળરૂપનું અસપણું છે. (૪) ઘડાનું કૃષ્ણવર્ણરૂપે જે સત્પણું છે, તે જ લાલવર્ણરૂપનું અસત્પણું છે.
અને આવું માનવામાં પૂર્વોક્ત દોષ પણ ન રહે, અર્થાત્ પૂર્વે સ્યાદ્વાદીએ કહ્યું હતું કે, વસ્તુ સદસરૂપ ન હોય તો તેનો અભાવ થાય; તે દોષ હવે નહીં રહે, કારણ કે અમે માત્ર સરૂપ જ માની અને પરદ્રવ્યરૂપે અસત્ત્વ તે સત્ત્વરૂપ જ માની લીધું.
(ભાવ એ કે, ઘટને પટાદિરૂપે અસત્ ન માનો, તો તે પટાદિરૂપ થવાથી ઘટાભાવ થવાની આપત્તિ આવે. પણ હવે તેનું ઘટરૂપે સત્ત્વ એ જ પટાદિરૂપે અસત્ત્વ હોવાથી તે પટાદિરૂપ નથી, એટલે ઘટાભાવ થવાની આપત્તિ નહીં આવે.)
આમ અમારા મતે કોઈ દોષનો અવકાશ ન હોવાથી, વસ્તુની અસરૂપતા જુદી નહીં, પણ સરૂપતા સ્વરૂપ જ માનવી રહી અને તો વસ્તુ માત્ર સરૂપ જ ફલિત થઈ, સદસદ્ ઉભયરૂપ નહીં.
एतदप्यसारम्, तस्यैकस्वभावत्वेऽवस्तुत्वप्रसङ्गात्; तथाहि-'यदि पार्थिवद्रव्यसत्त्वमेवाबादिद्रव्यासत्त्वम्', एवं तर्हि यथा तत्पार्थिवद्रव्यत्वेन सत् एवमबादिद्रव्यत्वेनापि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org