________________
गुर्जरविवेचनसमन्वितः –
તો, જેમ સ્વસત્ત્વનું અસત્ત્વ ન હોવાથી ઘડાનું સ્વસત્ત્વ મનાય છે, તેમ જળાદિનું અસત્ત્વ ન હોવાથી (તે અસત્ત્વ કલ્પિત હોવાથી) ઘડાનું જળાદિસત્ત્વ પણ મનાશે ! (જો જળાદિસત્ત્વ ન હોય તો જળાદિઅસત્ત્વ નથી, કલ્પિત છે, તેવું કહી જ ન શકાય. એટલે તેવું કહેવા, ઘડાનું જળાદિસત્ત્વ માનવું જ રહ્યું.) અને તો ઘટનું જળરૂપે પણ અસ્તિત્વ માનવું પડશે ! જે કોઈને ઇષ્ટ નથી. એટલે જળાદિઅસત્ત્વ કલ્પિત નહીં, પણ વાસ્તવિક જ માનવું રહ્યું અને તો વસ્તુની સદસદ્ ઉભયરૂપતા નિર્બાધ જ રહી.
*
३७
*
स्यादेतद्, पार्थिवद्रव्यसत्त्वव्यतिरिक्तमबाद्यसत्त्वं परिकल्पितं, पार्थिवद्रव्यसत्त्वमेव पुनरबाद्यसत्त्वस्वभावमिष्यत एव इत्यतोऽनपराधः ; इति ।।
अहो ! दुरन्तः स्वदर्शनानुरागः, प्रत्युक्तमपि नावधारयति; यतः न च तद् येनैव स्वभावेन पार्थिवद्रव्यत्वेन सद्वर्तते तेनैवाबादिद्रव्यत्वेनासद्; इत्यादि तदेवावर्तते इति, अलं स्वदर्शनानुरागाकृष्टचेतसा सह प्रसङ्गेन, इति ।।
- પ્રવેશરશ્મિ :
:
ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ પાર્થિવદ્રવ્યસત્ત્વથી જુદું અબાદિઅસત્ત્વ કલ્પિત છે, વળી પાર્થિવદ્રવ્યસત્ત્વ જ અબાદિઅસત્ત્વસ્વભાવવાળું તો ઇષ્ટ જ છે, એટલે કોઈ અપરાધ નથી.
:
ઉત્તરપક્ષ ઃ અહો ! દુરંત સ્વદર્શનનો અનુરાગ છે. પ્રત્યુક્ત પણ અવધારણ કરતા નથી, કારણ કે અહીં ફરી એ જ વાતો આવૃત્ત થશે કે, તે જે સ્વભાવે પાર્થિવદ્રવ્યરૂપે સત્ છે, તે જ સ્વભાવે અબાદિદ્રવ્યરૂપે અસત્ નથી... ઇત્યાદિ એટલે સ્વદર્શન-અનુરાગગ્રસ્ત મનવાળા સાથે હવે ચર્ચા કરવાથી સર્યું.
વિવેચન : પૂર્વપક્ષ : અમો જળાદિઅસત્ત્વનો સર્વથા નિષેધ નથી કરતાં, પણ અમારું કહેવું એ કે, જે પાર્થિવદ્રવ્યરૂપેના સત્પણાથી જુદું જળાદરૂપેનું અસણું છે, તે કલ્પિત છે, પણ જે પાર્થિવદ્રવ્યરૂપેનું સત્પણું છે, તે જ જળાદરૂપેનું અસ૫ણું છે.
એટલે આમ પાર્થિવદ્રવ્યસત્ત્વ જ જળાદિઅસત્ત્વરૂપ છે અને તો જળસત્ત્વની આપત્તિ પણ ન આવે અને એકસ્વભાવિતા પણ સિદ્ધ થઈ જાય.
ઉત્તરપક્ષ : અહો ! પોતાના દર્શનનો કેવો ગાઢ અનુરાગ ! અને એ દુરન્ત દર્શનરાગના સામર્થ્યથી જ તમે, કહ્યું હોવા છતાં સાંભળતા નથી, અને એ પ્રત્યુક્ત જ કહી રહ્યા છો.
જો પાર્થિવદ્રવ્યરૂપેના સત્પણાને જ જળાદરૂપેના અસપણારૂપ કહો, તો ફરી પૂર્વોક્ત વાત જ આવૃત્ત થશે કે - “વસ્તુ જે સ્વભાવે પાર્થિવદ્રવ્યરૂપે સત્ હોય, તે જ સ્વભાવે જળાદિરૂપે અસત્ શી રીતે હોઈ શકે ? કેમ કે એક જ સ્વભાવે સદ્-અસદ્ હોવામાં તો વિરોધ છે... ઇત્યાદિ”
એટલે હવે, પોતાના દર્શનના ગાઢ અનુરાગથી વ્યાપ્ત મનવાળા વ્યક્તિ સાથે ચર્ચા કરવાથી સર્યું. કારણ કે તે અપ્રજ્ઞાપનીય હોવાથી, તેને સમજાવવાથી કોઈ લાભ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org