________________
गुर्जरविवेचनसमन्वितः
ર૭
ઉત્તરપક્ષસ્થ:
હવે ગ્રંથકારશ્રી, એ પાંચે પૂર્વપક્ષનું નિરાકરણ કરવા, સચોટ તર્કોથી સંબદ્ધ પોતાનું વક્તવ્ય રજૂ કરે છે –
तदेवमेते मन्दमतयो दुस्तर्कोपहतास्तीर्थ्याः स्वयं नष्टाः, परानपि नाशयन्ति मन्दमतीन् । अतः प्रतिविधीयते -
तत्र यत्तावदुक्तम् ‘कथमेकमेव घटादिरूपं वस्तु सच्चासच्च भवति ?' तदेतदागोपालागनादिप्रतीतमनाशङ्कनीयमेव । यतः- तत्स्वद्रव्यक्षेत्रकालभावरूपेण सद्वर्तते; परद्रव्यक्षेत्रकालभावरूपेणाऽसत् ततश्च सच्चासच्च भवति ।
–- પ્રવેશરશ્મિ – ભાવાર્થ આ પ્રમાણે આ કુતર્કથી ઉપહત મંદબુદ્ધિવાળા તીર્થાતરીયો પોતે તો નષ્ટ થયા, પણ બીજા મંદબુદ્ધિવાળાઓને પણ નષ્ટ કરે છે. એટલે તેનું પ્રતિવિધાન કરાય છે - ત્યાં તમે જે કહ્યું હતું કે – “એક જ ઘટાદિ વસ્તુ સદસતું કેવી રીતે હોય? એ તો આગોપાલ- અંગના સર્વને પ્રતીત હોવાથી આશંકાનો વિષય જ નથી, કારણ કે તે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઈને સત્ છે અને બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઈને અસત્ છે. એટલે તે સદસરૂપ છે.
વિવેચનઃ એ રીતે એકાંતવાદના કુતર્કોથી પીડિત થયેલ એવા બૌદ્ધ વગેરે મંદબુદ્ધિવાળાઓ, ગાઢ અજ્ઞાન અને અભિનિવેશથી પોતે તો નષ્ટ થયા જ છે, સાથે સાથે મંદબુદ્ધિવાળા બીજા જીવોને પણ નષ્ટ કરે છે. એટલે એ બધા એકાંતવાદનું હવે ક્રમશઃ નિરાકરણ કરાય છે –
જ (૧) સદસદ્ અનેકાંતવાદ છે. પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - “સ-અસદ્ બે વિરોધી હોવાથી, એક જ ઘટાદિ વસ્તુ સદસરૂપ શી રીતે હોઈ શકે ?.. વગેરે” તે સંપૂર્ણ કથન અયુક્ત છે, કારણ કે એ રીતે જ પ્રતીતિ અને અર્થક્રિયા ઘટતી હોવાથી, “વસ્તુ સદસઉભયરૂપ છે' એવું ગોપાલ-અંગનાદિ બધાને પ્રસિદ્ધ છે, એટલે તેમાં શંકાને કોઈ સ્થાન નથી....
તેનું (=વસ્તુની સદસક્રૂપતા આશંકાપાત્ર ન હોવાનું) કારણ એ જ કે, એક જ ઘટાદિ વસ્તુઓ પોતાના (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાળ અને (૪) ભાવને આશ્રયીને “સતુ છે અને બીજા પટાદિના (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાળ, (૪) ભાવને આશ્રયીને “અસતું' છે.
એટલે આમ સ્વ-પરની અપેક્ષાએ વસ્તુ સત્ પણ હોય ને અસત્ પણ હોય, એમ સદસદ્ ઉભયરૂપ હોય - એમાં કોઈ વિરોધ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org