________________
गुर्जरविवेचनसमन्वितः
प्रवृत्त्यभावादर्थिनः । तस्मान्नोभयरूपम्; इत्येकान्तवादः ।। इति तृतीयपूर्वपक्ष: ।। ३॥
२३
• પ્રવેશરશ્મિ *
ભાવાર્થ : “હવે તેઓમાં કોઈક અતિશય છે કે જેને લઈને તેઓ ભેદથી પ્રવર્તે, તો તે અતિશય જ દધિ છે, તે અતિશય બીજે ન હોવાથી વસ્તુ અનુભયરૂપ ફલિત થઈ..” - આનો આશય એ કે, હવે તેઓમાં કો'ક અતિશય છે કે જેથી તે પ્રમાણે પ્રેરાયેલો દહીંમાં જ પ્રવર્તે, બીજે નહીં. તો તે જ; જે અર્થક્રિયાર્થીની પ્રવૃત્તિનો વિષય છે તે અતિશય જ, ફળવિશેષના ઉપાદાનભાવથી લક્ષિત સ્વભાવવાળી દહીંરૂપ વસ્તુ છે. અને તેવો અતિશયરૂપ સ્વભાવ બીજે નથી, કારણ કે બીજે અર્થીની પ્રવૃત્તિ નથી. તેથી વસ્તુ ઉભયરૂપ નહીં રહે. એટલે એકાંતવાદ આવશે.
વિવેચનઃ “હવે જો દહીંમાં એવો કોઈ અતિશય વિશેષ મનાય કે જેથી ‘દહીં ખા’ એમ કહેવાથી વ્યક્તિ ઊંટને છોડીને માત્ર દહીં જ ખાવા પ્રવર્તે, તે અતિશય જ દહીં બને અને એ અતિશય ઊંટ વગેરેમાં ન હોવાથી અનુભયરૂપ જ વસ્તુ પરમાર્થથી સિદ્ધ થશે”
(અનુભયરૂપ – દહીં અને ઊંટનું એકત્વ (સામાન્યત્વ) કલ્પિત થશે અથવા દહીંથી ૫૨ – બીજી વસ્તુ - ઊંટ વગેરે, ઊંટ - દહીં ઉભયરૂપ નથી, માત્ર ઊંટ રૂપ જ છે.*)
# શ્લોકનું વિવરણ ફ્રે
સ્યાદ્વાદી : દહીં અને ઊંટમાં એવો કોઈ અતિશયવિશેષ છે કે જેથી ‘દહીં ખા’ એમ પ્રેરિત વ્યક્તિ માત્ર દહીં ખાવા જ પ્રવર્તે, ઊંટ ખાવા નહીં.
એકાંતવાદી : જે અતિશયના કારણે ‘દહીં ખા’ કહેવાયેલ વ્યક્તિ દહીંમાં જ પ્રવૃત્તિ કરે છે, તે અતિશય જ તો દધિ છે... તેનું કારણ એ કે, દહીં કોને કહેવાય ? તો દહીંથી સાધ્ય (શુકન વગેરે) ફળના કારણભૂત સ્વભાવ જેમાં હોય તે... (દા.ત. પાણી કોને કહેવાય ? તો પાણીના ફળરૂપ તૃષાશમનનું કારણ હોય તે...)
અહીં દધિમાં રહેલ અતિશયના કારણે જ, દહીંના ફળનો (શુકનરૂપ અર્થક્રિયાનો) ઇચ્છુક, દહીંમાં પ્રવૃત્તિ કરે છે, એટલે તો તે અતિશય જ દહીંસાધ્ય ફળનું (શુકનનું) કારણ છે, એટલે તે અતિશય જ દહીં છે.
અને એ અતિશય ઊંટમાં તો નથી, કારણ કે તમે જ કહ્યું કે અતિશય દહીંમાં જ હોવાથી ‘દહીં ખા’ કહેવાથી દહીંમાં પ્રવૃત્તિ થાય, અન્યમાં નહીં.
આમ, ઊંટમાં દિધરૂપ ન હોવાથી સામાન્ય ન રહ્યું અને તો સામાન્ય-વિશેષ ઉભયરૂપતા પણ ન રહી... ફલતઃ એકાંતવાદનો જ જય થયો !
* અતિશય વસ્તુરૂપ થયો અને તે તો વિશેષ છે, કારણ કે સર્વત્ર નથી અને તો વસ્તુ એકરૂપ વિશેષરૂપ
જ થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org