________________
२२
अनेकान्तवादप्रवेशः
લાગે !
વિવેચનઃ બધા જ પદાર્થો જો ઉભયરૂપ હોય, તો પદાર્થના પ્રતિનિયત વિશેષરૂપનું નિરાકરણ થવાથી “દહીં ખા’ એમ પ્રેરાયેલી વ્યક્તિ ઊંટને ખાવા કેમ ન દોડે ? અર્થાત્ ઊંટને કેમ ન ખાય?
(આ થયો શ્લોકનો અર્થ.... હવે ગ્રંથકારશ્રી પોતે જ આ શ્લોકનો ભાવાર્થ કહે છે.)
બધા જો ઉભયરૂપ હોય – બધા પદાર્થો જો સામાન્ય-વિશેષ ઉભયરૂપ હોય, તો (ક) ઊંટ પણ કથંચિત્ દહીંરૂપ છે, દહીંના અભાવરૂપ નહીં, અને (ખ) વળી તે એકલો જ ઊંટ સ્વરૂપ છે, તેવું નથી, કારણ કે અન્ય (દહીં વગેરે) પણ કથંચિત્ ઊંટ સ્વરૂપ છે...
તે જ રીતે (ક) દહીં પણ કથંચિત્ ઊંટરૂપ છે, ઊંટના અભાવરૂપ નહીં, અને (ખ) વળી તે એકલું જ દહીં સ્વરૂપ નથી, કારણ કે અન્ય (ઊંટ વગેરે) પણ કથંચિત્ દહીં સ્વરૂપ છે.
(આશય એ કે, ઊંટ-દહીં બંનેમાં એક જ સામાન્ય હોવાથી, સામાન્ય અંશને લઈને ઊંટ પણ દહીં બને અને દહીં પણ ઊંટ બને... આમ વસ્તુને ઉભયરૂપ માનવામાં બધા એકબીજારૂપ બનવા લાગે.)
તો તેમના વિશેષનું નિરાકરણ થતાં – દહીં અને ઊંટનો વિશેષ બે રીતે સંભવે : એક તો (૧) દહીંમાં જે રૂપ છે, તે ઊંટમાં ન હોય અને ઊંટમાં જે રૂપ છે, તે દહીંમાં ન હોય. અને બીજો (૨) દહીંમાં જે રૂપ નથી, તે ઊંટમાં હોય અને ઊંટમાં જે રૂપ નથી, તે દહીંમાં હોય.
પણ વસ્તુને ઉભયરૂપ માનવામાં આ બેમાંથી એકે વિશેષ સંભવતા નથી. જુઓ –
ઉપર (ક)માં કહ્યું, તેનાથી (=ઊંટ પણ દહીંરૂપ અને દહીં પણ ઊંટરૂપ થાય એવું કહેવાથી) નક્કી થયું કે ઊંટ, દહીંરૂપના અભાવવાળો નથી. એટલે પહેલી રીતે વિશેષ નથી, અને (ખ)માં કહ્યું, તેનાથી (=એકલો ઊંટ જ ઊંટ સ્વરૂપ નથી, દહીં પણ ઊંટ સ્વરૂપ હોઈ શકે એવું કહેવાથી) નક્કી થયું કે ઊંટનું સ્વરૂપ માત્ર ઊંટમાં જ હોય તેવું નથી, બીજામાં પણ હોય છે.
એટલે બંનેમાંથી એક પણ રીતે વિશેષ સિદ્ધ ન થતાં બંનેની સંકીર્ણતા થશે, અર્થાત્ બને એકબીજારૂપ બનશે !
અને એટલે તો “દહીં ખા’ એમ કહેવાથી તે વ્યક્તિ ઊંટ ખાવા દોડશે ! તથા, કહ્યું છે કે –
अथास्त्यतिशयः कश्चिद् येन भेदेन वर्तते । स एव दधि सोऽन्यत्र नास्तीत्यनुभयं परम् ।।१।।
अथानयोः कश्चिदतिशयोऽस्ति, येनायं तथा नोदितः क्षीरविकार एव प्रवर्तते, नान्यत्र । एवं तर्हि ‘स एव'अतिशयोऽर्थक्रियार्थिप्रवृत्तिविषयः तत्फलविशेषोपादानभावलक्षितस्वभावं हि वस्तु 'दधि' इति । 'स' च तादृशः स्वभावः, 'अन्यत्र नास्तीति'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org