________________
गुर्जरविवेचनसमन्वितः
ભાવાર્થ અને વળી કહ્યું છે કે - “વિષાદિના અર્થી જીવોની, મોદકાદિથી અભિન્ન એવા સામાન્યની સાથે અભેદપણે રહેનારા વિષાદિ અંગે પ્રવૃત્તિનો નિયમ નહીં રહે. (૧)
ભેદ માનવામાં ઉભયરૂપ એક વસ્તુનો વાદ સંગત થાય નહીં. વળી ભેદભેદવિકલ્પ તો વિરોધથી જ બાધિત છે. (૨)
તેઓની પ્રવૃત્તિના નિયામકરૂપે જે તેઓમાં વિશેષરૂપ મનાય, તે તો ખૂબ સુંદર છે. પણ આ રીતે તો તેની (વિશેષરૂપની) જ વસ્તુરૂપતા ફલિત થાય. (૩)
વિવેચનઃ જો વિષાદિનો, મોદકાદિથી અભિન્ન એવા સામાન્યની સાથે અભેદ મનાય, તો વિષ પણ મોદકથી અભિન્ન થવાથી વિષના ઇચ્છુક વ્યક્તિની, બીજી મોદકાદિ વસ્તુને છોડીને માત્ર વિષ અંગે જ પ્રવૃત્તિનો નિયમ નહીં રહે. (૧)
સામાન્યથી વિશેષનો ભેદ માનવામાં, સામાન્ય વિશેષ બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ થઈ જતાં, એક જ વસ્તુ બંને રૂપ ન બનવાથી “એક જ વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે” એવો વાદ ન ઘટે અને એકત્ર બંનેનો વિરોધ હોવાથી ભેદભેદવિકલ્પ પણ બાધિત છે. (૨)
વિષના ઇચ્છુક વ્યક્તિની માત્ર વિષ અંગે જ પ્રવૃત્તિ માટે, જો વસ્તુમાં વિશેષરૂપતા મનાય, તો તો સારું જ છે, પણ એવું માનવામાં તો માત્ર વિશેષરૂપતાનું જ વસ્તુત્વ સિદ્ધ થશે. (૩)
વળી આ વિશે બીજાઓએ પણ કહ્યું છે કે –
तथा परेणाप्युक्तम् - सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृतेः । नोदितो दधि खादेति, किमुष्टं नाभिधावति ?।।१।।
तथाहि-उष्ट्रोपि स्यादधि, नापि स एवोष्ट्रः, येनान्योऽपि स्यादुष्ट्रः । तथा दध्यपि स्यादुष्ट्रः, नापि तदेव दधि, येनान्यदपि स्यात् । तदेवमनयोरेकस्यापि कस्यचित्तद्रूपभावस्याभावात्-स्वरूपस्य वाऽतद्भाविनः स्वनियतस्याभावात् न कश्चिद्विशेषः, इति । ततश्च दधि खादेति चोदितः उष्ट्रमपि खादेत् ।।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ બીજાએ પણ કહ્યું છે કે - “બધા જો ઉભયરૂપ હોય, તો તેમના વિશેષ (ભેદ/તફાવત)નું નિરાકરણ થવાથી, “દહીં ખા’ એમ પ્રેરાયેલી વ્યક્તિ ઊંટ મેળવવા કેમ દોડતી નથી?”
તે આ પ્રમાણે – ઊંટ પણ કથંચિત્ દહીં છે અને ઊંટ જ ઊંટ નથી, કારણ કે બીજો પણ કથંચિ ઊંટ છે. તથા, દહીં પણ કથંચિત્ ઊંટ છે અને દહીં જ દહીં નથી, બીજો પણ પદાર્થ કથંચિત્ દહીં છે. આમ બંનેમાંથી એકેનું પ્રતિનિયત સ્વરૂપ ન હોવાથી અથવા બીજામાં ન હોય એવા સ્વનિયત સ્વરૂપનો અભાવ હોવાથી, તે બેમાં કોઈ તફાવત ન રહે અને તેથી તો “દહીં ખા” એમ કહેવાયેલ વ્યક્તિ, ઊંટને પણ ખાવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org