________________
अनेकान्तवादप्रवेशः
નહીં.)
અને વળી તેવી (મરણકરણાદિ) અર્થક્રિયા વિષગત વિશેષરૂપમાં જ છે, અન્યત્ર સામાન્ય રૂપમાં નહીં. તેનું કારણ એ કે, અર્થી જીવોની સામાન્યરૂપ વિશે પ્રવૃત્તિ થતી નથી. (જો સામાન્યરૂપથી પણ મરણકરણાદિ અર્થક્રિયા થતી હોત, તો અર્થી જીવો તે વિશે પણ પ્રવૃત્તિ કરત... પણ પ્રવૃત્તિ ન કરવાથી ફલિત થાય કે સામાન્યરૂપમાં અર્થક્રિયા નથી જ.). તે વિસ્તૃતાર્થ વિશેષને જ વસ્તુ કહે છે, કારણ કે તે જ અર્થક્રિયાના અર્થીની પ્રવૃત્તિનો વિષય છે. એટલે જે અર્થક્રિયા કરનાર હોય તે નહીં, પણ અર્થક્રિયાના અર્થીની પ્રવૃત્તિનો વિષય હોય તે જ વસ્તુ છે, એવું કહેવું છે.
હવે કોઈ પ્રશ્ન કરે કે - અર્થક્રિયા કરે તે વસ્તુ હોય, અર્થક્રિયાર્થીની પ્રવૃત્તિનો વિષય બને કે નહીં, તેની સાથે શું? (એમ કહેવું છે કે સામાન્ય અર્થક્રિયાકારી છે, ભલે તે અર્થક્રિયાર્થીની પ્રવૃત્તિનો વિષય ન હોય.)
તેનો પ્રત્યુત્તર છે કે, તેવિશેપોપ૦ વસ્તુનો સ્વભાવ, દશ્યમાન ફળવિશેષના ઉપાદાનભાવરૂપે જ જણાય છે, અન્યથા નહીં. હવે અર્થક્રિયાર્થી, વિશેષમાં જ પ્રવૃત્તિ કરે છે, તે બતાવે છે કે અભિપ્રેત અર્થક્રિયારૂપ ફળ તો વિશેષથી જ મળે છે અને તેથી અર્થક્રિયાકારિત્વ વિશેષમાં જ છે.
સામાન્યથી તેવું કોઈ અર્થક્રિયારૂપ ફળ દેખાતું નથી, તો પછી તેમાં તત્કારિત્વરૂપ સ્વભાવ કઈ રીતે માનવો? બૌદ્ધો આ રીતે સ્વલક્ષણને જ વસ્તુત્વેન સિદ્ધ કરે છે.
નિષ્કર્ષ : આમ વસ્તુની સામાન્યરૂપતા વાસ્તવિક જણાતી નથી, માત્ર વિશેષરૂપતા જ વાસ્તવિક જણાય છે. એટલે એક જ વસ્તુને સામાન્ય-વિશેષ ઉભયરૂપ માનવાનું અભિમાન છોડી દો.
આ જ વાતને લઈને કહ્યું છે કે –
तथा चोक्तम् - प्रवृत्तिनियमो न स्याद् विषादिषु तदर्थिनः । मोदकाद्यपृथग्भूत-सामान्याभेदवृत्तिषु ।।१।। भेदे चोभयरूपैक-वस्तुवादो न युज्यते । भेदाभेदविकल्पस्तु विरोधेनैव बाधितः ।।२।। विशेषरूपं यत्तेषु तत्प्रवृत्तेर्नियामकम् । साध्वेतत्, किन्तु वस्तुत्वं तस्यैवेत्थं प्रसज्यते ।।३।।
– પ્રવેશરશ્મિ –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org